પ્રવાસીનો મોટા ભાગનો પંથ કપાઈ ગયો છે, ને હવે સ્વલ્પ સમય જ શેષ રહ્યો છે. પ્યારા પ્રવાસી, હવે સ્વલ્પ સમય જ શેષ રહ્યો છે. આ સુંદર સંસારની સફર શરૂ કરી ત્યારે સંસારમાં જે સુંદરતા, સરસતા ને સુમધુરતા હતી તે હજી કાયમ છે. એની એ ધરતી ને એનું એ આકાશ; એ જ ગ્રહ ને એ નક્ષત્રો. એના એ ઋતુનાં પરિવર્તન, એ સાંજ સવાર, અને એ સરિતા તથા સાગર; ન જાણે કેટકેટલા કાળથી એમનો પ્રવાસ ચાલી રહ્યો છે. પરંતુ તારો પ્રવાસ તો હવે સ્વલ્પ જ શેષ રહ્યો છે.
સ્વજન, સ્નેહી, સુહૃદ ને સંબંધીમાંના કેટલાંક પોતપોતાના પ્રવાસ પરિપૂર્ણ થયે વિદાય થયાં છે, ને બીજાં કેટલાંક નવાં એમાં ભરતી થઈને ગોઠવાઈ ગયાં છે. આ અનાદિ ઉપવનની દરેક દિશાએ પાર વિનાનાં પુષ્પો તથા વૃક્ષો પોતાનું પ્રાણધન રેલી ગયાં છે, ને બીજાં અનેકાનેક રેલી રહ્યાં છે. જેનો પાઠ પૂરો થાય છે તે પોતાના વાદ્ય ને સંગીતના સૂર સાથે વિદાય થાય છે, અને એના સ્થાને બીજા નવા ઉસ્તાદ આવી જાય છે. પ્રવાહનું પાણી જેમ ખૂટતું નથી, તેમ સર્જન, વિસર્જન અને અભિસરણની આ પ્રકિયા પુરાતન કાળથી ચાલ્યા જ કરે છે.
પ્રવાસની આ પૂર્ણાહુતિ પ્રસંગે મારે તને એક જ વાત પૂછવાની છે, પ્યારા પ્રવાસી, કે જેને માટે આ પ્રવાસનો પ્રારંભ કરેલો, ને જેની સિદ્ધિ થતાં સફરની સફળ પૂર્ણાહુતિ થઈ જાય, એ અમુલખ વસ્તુ તેં મેળવી કે નહિ ? તારા લક્ષ્યસ્થાનનું સ્મરણ તને રહ્યું ? તથા તેને પહોંચવા તારાથી થાય તેટલું કર્મ તેં કર્યું ? નહિ તો તારી સફરનો સમય નિરર્થક રીતે, વ્યર્થ જ ગયો માની લેજે, પ્રવાસી ! પ્રવાસનો મોટા ભાગનો પંથ કપાઈ ગયો છે, ને હવે સ્વલ્પ જ સમય રહ્યો છે, પ્યારા પ્રવાસી, હવે સ્વલ્પ સમય શેષ રહ્યો છે.
- શ્રી યોગેશ્વરજી
* * *
प्रवास का अधिकांश पंथ कट गया है, और अब स्वल्प समय शेष रहा है, प्यारे प्रवासी ! अब स्वल्प समय ही शेष रहा है । इस सुन्दर संसार की यात्रा का आरंभ किया उस समय संसार में जो सुंदरता, सरसता और सुमधुरता थी वही आज भी विद्यमान है । वही धरती और वही आकाश; वही ग्रह-नक्षत्र और ऋतुओं के परिवर्तन; वही संध्या, उषा और वही सरिता तथा सागर; न जाने कितने काल से उनका प्रवास चल रहा है । किन्तु तेरा प्रवास अब स्वल्प ही शेष रहा है । प्रवास का अधिकांश पथ कट गया है, और अब स्वल्प समय शेष रहा है, प्यारे प्रवासी ! अब स्वल्प समय ही शेष रहा है ।
स्वजन, स्नेही, सुहृद और संबंधियों में से अधिकांश अपने अपने प्रवास की परिपूर्णता होने पर विदा हो गये हैं, और दूसरे नये उनकी पूर्ति करने पहूँच गये हैं । इस अनादि उपवन की प्रत्येक दिशा में अनंत पुष्प और वृक्ष अपना प्राणधन फैला गये हैं और दूसरे अनेकानेक फैला रहे हैं । जिसका अभिनय पूर्ण हो जाता है, वह अपने साज और संगीत-स्वरों के साथ विदा हो जाता है ओर उसके स्थान पर दूसरे नये उस्ताद आ जाते हैं । प्रवाह का जल जैसे समाप्त नहीं होता, वैसे सर्जन, विसर्जन और अभिसरण की यह प्रक्रिया शाश्वतकाल से चली आती है ।
प्रवास की इस पूर्णाहूति के अवसर पर मैं तुझसे एक ही प्रश्न पूछता हूँ प्यारे प्रवासी ! जिसके लिये प्रवास का आरंभ किया था और जिसकी सिद्धि होने पर यात्रा की सफल पूर्णाहुति हो जाती है, उस अमोलक पदार्थ को तू पा चुका या नहीं ? तेरे लक्ष्यस्थान का स्मरण तुझे रहा ? उसके समीप पहुँचने के लिये तूने यथाशक्ति पुरुषार्थ किया ? यदि नहीं, तो यात्रा का समय निर्रथक रूप से, व्यर्थ ही निकल गया मान लेना, प्रवासी ! प्रवास का अधिकांश पथ कट गया है; अब स्वल्प ही समय शेष रहा है, प्यारे प्रवासी ! अब स्वल्प ही समय शेष रहा है ।