શરદની સમી સાંજે મેં એ મહાપુરુષની મુલાકાત લીધી. સરિતાના સુંદર તટ પર એમની પર્ણકુટી હતી. તેમાંથી અગરબત્તીની સુવાસ આવતી હતી.
એમની આગળ, અનુરાગની અંજલિ આપતાં મેં ચાર પાંચ પુષ્પો મૂક્યાં, ને પ્રણામ કરીને એમને પૂછ્યું : બહાર બધે અંધારું થવાની તૈયારી છે તો પણ, તમે દીપક કેમ નથી કર્યો ? બહાર તો બધે જ અંધારું થવા આવ્યું છે.
એ મહાપુરુષે પ્રેમપૂર્વક પ્રત્યુત્તર આપ્યો : પ્યારા પ્રવાસી, હું આશા રાખતો'તો કે તમે મારી ભાવનાને સમજી શકશો; પરંતુ હવે મારે જ ખુલાસો કરવો જોઈએ. વાત એમ છે કે બહારના કોઈ પ્રકાશ માટે નહિ, પરંતુ અંદરના પ્રકાશને માટે જ સાધના, આરાધના અને મારું એકાંતસેવન છે. એ વાતની સ્મૃતિને સાચવી રાખવા, દીપક ના કરવાનો મેં વરસોથી નિયમ કર્યો છે. અથવા તો એમ કહો કે એ ક્રમ મારે માટે સ્વાભાવિક થયો છે.
એ અસાધારણ મહાપુરુષની અસાધારણ વાતથી મને સંતોષ થયો.
- શ્રી યોગેશ્વરજી
* * *
शरद की शान्त संध्या में मैंने उन महापुरुष से भेंट की । सरिता के सुंदर तट पर उनकी पर्णकुटी थी, उसमें से अगरबत्ती की सुगंध आ रही थी ।
अनुराग की अंजलि प्रदान करते हुए, मैंने उनके आगे चार-पाँच पुष्प रखे, और उन्हें सप्रणाम पूछा – ‘बाहर सर्वत्र अंधकार होने की तैयारी है तो भी आपने दीपक क्यों नहीं जलाया ? बाहर तो सर्वत्र अंधेरा होने लगा है ।’
उन महापुरुष ने प्रेमपूर्वक प्रत्युत्तर में कहा - ‘प्यारे प्रवासी ! मैं आशा रखता था कि मेरी भावना को आप समझ सकेंगे, किन्तु अब मुझे ही स्पष्टीकरण करना चाहिये । मेरी साधना, आराधना और मेरा एकांतसेवन किसी बाह्य प्रकाश के लिये नहीं, किन्तु आंतर प्रकाश के लिये है । इस तथ्य की स्मृति को सुरक्षित रखने के लिये दीपक न जलाने का मैंने वर्षों से नियम कर रखा है; अथवा ऐसा कहो कि वह क्रम मेरे लिये स्वाभाविक हो गया है ।’
उन असाधारण महापुरुष की असाधारण बात से मुझे संतोष हुआ ।