'દીપ બૂઝાશે તો નહી ને ? અમર જ રહેશે ને ?'
એ પ્રશ્ન જ નથી.
બહારના બધા જ દીપ બૂઝાય છે; દિવાળીની દીપમાળા અને મહોત્સવની રોશની પણ છેવટે તો શાંત થાય છે; અરે, સૂર્ય, ચંદ્ર ને તારાનો પ્રકાશ પણ અખંડ નથી રહેતો. એ પણ પ્રકટે છે ને વિદાય થાય છે, પણ પ્રેમનો પાવન પ્રકાશ એવો જ અચળ રહે છે.
'દીપ બૂઝાશે કે નહી ?'
એ પ્રશ્ન જ નથી. એ તો અમર જ રહેશે.
- શ્રી યોગેશ્વરજી
* * *
‘दीप बुझेगा तो नहीं ? अमर ही रहेगा ?’
यह प्रश्न ही नहीं ।
बाहर के समस्त दीप बुझ जाते हैं; दीवाली की दीपमाला और महोत्सव की रोशनी भी आखर शांत होती है; अरे, सूर्य, चंद्र और तारों का प्रकाश भी अखंड नहीं रहता । वह भी प्रकट होकर विदा हो जाता है, परंतु प्रेम का पावन प्रकाश ऐसा ही अचल, अक्षय रहता है ।
‘दीप बुझेगा तो नहीं ? अमर ही रहेगा ?’
यह प्रश्न ही नहीं । वह तो अमर ही रहेगा ।