કેટલાક લોકો એવા છે જેમને આજીવન ઝંખવું જ સારું લાગે છે. તે માને છે કે તમારો મેળાપ આ શરીરે ના થઈ શકે, તથા તમારા દર્શનને માટે આ શરીર શાંત થાય તેની પ્રતીક્ષા કરવી જોઈએ. તે દિનરાત રડે છે, પ્રાર્થે છે, ને ઉન્મત્ત બનીને બેચેનની જેમ ફર્યા કરે છે.
પરંતુ મારું હૃદય તમે જુદું જ બનાવ્યું છે. મેં તો આ શરીરમાં રહીને જ તમારો સ્નેહ, સાક્ષાત્કાર ને સનાતન સહવાસ મેળવી લીધો છે, ને પરમશાંતિ તથા પરમાનંદનો પરિચય કર્યો છે.
શરીરની સહાયથી જ મેં તમને સ્નેહ કર્યો છે, તમારો સંપર્ક સાધ્યો છે, ને શરીરના માધ્યમ દ્વારા જ આપણા અખંડ, મધુમય મહામિલનની સ્વર્ગીય, સુધામય, સરિતાના સંગમમાં સ્નાન કરવાનો આનંદ અનુભવ્યો છે.
- શ્રી યોગેશ્વરજી
* * *
कुछ लोग ऐसे हैं जिन्हे आजीवन प्रतीक्षा करना ठीक लगता है । वे मानते हैं कि आपका मिलन इस शरीर से नहीं हो सकता; आपके मिलन के लिये शरीर की समाप्ति की प्रतीक्षा करनी चाहिये । वे दिन-रात रोते हैं, प्रार्थना करते हैं, और उन्मत्त बनकर बेचैन की तरह फिरते हैं ।
किन्तु मेरा हृदय आपने कुछ अलग ही बनाया है । मैंने तो इसी शरीर में रहकर आपका स्नेह, साक्षात्कार और शाश्वत सहवास प्राप्त किया है एवं परम शान्ति तथा परमानंद का परिचय पाया है ।
शरीर की सहायता से ही मैंने आपको स्नेह किया है, आपका अनुसंधान साधा है, और शरीर के माध्यम से ही अपने अखंड, मधुमय, महामिलन के स्वर्गीय, सुधामय सरिता-संगम में स्नान करने का आनंदानुभव प्राप्त किया है ।