કલ્પનાના કોટિકોટિ કુસુમોથી કમનીય બનેલા, કવિના કાવ્યસંગ્રહને નિરખીને, એક અક્કડ, અભિમાની એવા ભાષાવિદે ભાખ્યું : આમાં કાંઈ જ નથી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ સંગ્રહ સાવ સાધારણ છે. આમાં કશી જ નોંધપાત્ર વિશેષતા નથી.
*
શાસ્ત્રનો સાર સમજી ચૂકેલા એક સાક્ષરવર્યે, પોતાનો અપેક્ષિત અભિપ્રાય આપતાં કહેવા માંડ્યું : આટલી અલ્પ અવસ્થાએ શબ્દો તેમજ ભાવો પરનો આ અધિકાર એકદમ અસાધારણ કહેવાય. અંતરની અક્ષરદેહની અભિવ્યક્તિ એકદમ અલૌકિક અથવા અનેરી કહેવાય. એને માટે મારાં અનેકાનેક આત્મિક અભિનંદન !
*
કુસુમને કેશમાં કલાત્મક રીતે ગૂંથીને કિલ્લોલ કરતી કોઈક કુમારિકાએ કવિ પરના કાવ્યાત્મક કાગળમાં કહ્યું : કવિ, કુસુમની મનહર માળા જેવી કાવ્યની કૃતિ માટે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરું છું. મારા જેવી કેટકેટલી કામણગારી, કોડીલી, કન્યાઓના કાળજાને તેં કામણ કર્યું છે, તે કેમ કરીને કહી બતાવું ? એ સૌની હું પ્રતિનિધિ છું. તારી કાવ્યકૃતિથી મુગ્ધ થઈને મારું સર્વસમર્પણ કરવા કે તારી થવા તત્પર છું.
*
પ્રકાશકે કહ્યું : મહાશય, સંગ્રહ હતો તો સારો, પણ નવા કવિનો, એટલે મને થયું કે નહિ ચાલે, ને મેં છાપવાની ના પાડી. પણ આ તો ભારે સફળ થયો, અને અસાધારણ અસર ઉપજાવી ગયો. હવે બીજી આવૃત્તિ મને જ સોંપજો.
*
કવિના કોમળ કાળજાએ કહ્યું : મારી કથા કોઈ જ નથી કહેતું. મારાં કેટકેટલાં ક્રંદન આ કાવ્યોમાં ઠલવાયાં છે, કરુણાની કેટકેટલી કથા આની કડીએ કડીમાં કહેવાય છે, કેટકેટલા આનંદની અનુભૂતિ, ને પીડા તથા પ્રાર્થનાનું પ્રકટીકરણ ... ! મારી કથા તો કોઈ જ નથી કહેતું.
*
આત્માએ અવાજ આપ્યો : અરે અભાગી ! આજે પણ તું શાંત નથી રહેતું ને પ્રસન્ન નથી થતું ? રસની અખંડ, અલૌકિક અનુભૂતિમાં પોતાની સહજ વિસ્મૃતિ, એ તો સાચી કવિતાની કલાત્મકતા કે કમનીયતા છે. આજે પણ તું શાંત નથી રહેતું ?
- શ્રી યોગેશ્વરજી
* * *
कल्पना के कोटि-कोटि कुसुमों से कमनीय, कवि के काव्य-संग्रह को देखकर, एक अक्खड, अभिमानी भाषाविद् ने कहा – ‘इसमें कुछ भी नहीं । भाषा-शास्त्र की दृष्टि से यह संग्रह सर्वसाधारण है । इसमें कोई ध्यानपात्र विशेषता नहीं ।’
*
शास्त्रों के सार को समझे हुए, किसी साक्षरवर्य ने अपना अपेक्षित अभिप्राय देते हुए कहा - ‘इतनी अल्प अवस्था में शब्द तथा भावों का ऐसा अधिकार एकदम असाधारण कहलायेगा; अंतर की अक्षरदेह की अभिव्यक्ति अत्यंत असाधारण, अलौकिक अथवा अनोखी कहलायेगी । उसके लिये मेरे अनेकानेक आत्मिक अभिनंदन !’
*
कुसुम को केश में कलात्मक रूप से गूँथकर कल्लोल करती किसी कुमारिका ने कवि को काव्यात्मक पत्र में कहा, ‘कवि ! कुसुम की मनहर माला-जैसी काव्यकृति के लिये कृतज्ञता की अभिव्यक्ति करती हूँ । मेरे-जैसी कितनी कोड़भरी, कवित्वमयी कन्याओं के कलेजों को तू आकर्षित कर चुका है, यह किस प्रकार बताऊँ ? मैं उन सबकी प्रतिनिधि हूँ । तेरी काव्यकृति से मुग्ध होकर मैं सर्वसमर्पण करने और तेरी बनने के लिये तत्पर हुई हूँ ।’
*
प्रकाशक ने कहा - ‘महाशय ! संग्रह था तो अच्छा किन्तु नविन कवि का, अतः मुझे स्वीकार नहीं हुआ, और मैंने छापने से इन्कार कर दिया । परंतु यह तो अत्यंत सफल हुआ और असाधारण असर डाल गया । इसकी पुनरावृत्ति की जिम्मेदारी मुझे ही सुपर्द करना ।’
*
कवि के कोमल कलेजे ने कहा - ‘मेरी कथा कोई भी नहीं कहता । मेरे कितने क्रन्दन इन काव्यों में मूर्तिमंत हुए हैं, करुणा की कितनी कथाएँ इनकी पंक्ति-पंक्ति में कही गयी हैं, कितने आनंद की अनुभूति और पीड़ा तथा प्रार्थना का कितना प्रकटीकरण ... ! मेरी कथा तो कोई भी नहीं कहता ।’
*
आत्मा की अवाज आयी - ‘अरे अभागे ! आज भी शांत नहीं रहता और प्रसन्न नहीं होता ? रस की अखंड, अलौकिक अनुभूति में अपनी सहज विस्मृति, यही तो सच्ची कविता की कलात्मकता अथवा कमनीयता है । आज भी शांत नहीं रहता ?’