વિજ્ઞાનની વિશાળ શક્તિ વિઘાતક બનીને સૃષ્ટિની સુખ શાંતિ ને સમૃદ્ધિને બદલે સૃષ્ટિના સંહારનું સાધન થઈ રહી છે. એટમ, હાઈડ્રોજન કે કોબાલ્ટ જેવા કૃતાંતના દૂતસમા બોમ્બનો સંગ્રહ કરીને, અહંકારી, મદોન્મત્ત માનવ, સંસારના સર્વનાશના સાગરતટ પર આસન વાળીને જાણે કે બેસી રહ્યો છે.
વાતો વહાલની પણ વૃત્તિ વેરની, શબ્દો શાંતિ ને સહકારના પરંતુ સાધના અશાંતિ અને અસહકારની. એવા માનવનેતા પોતપોતાના પક્ષ ને બળની અભિવૃદ્ધિ કરવાની જાણે કે સ્પર્ધામાં પડ્યા છે, ને એને સારુ શક્ય એવાં અને એટલાં સઘળાં સાધનનો આશ્રય લઈ રહ્યા છે.
અંગાર અનેક છે, ને આજુબાજુ બધે જ કોલસા છે. એના પર પવન નાખવામાં આવે એવી અવસ્થા છે. એમાંથી ક્યારે જવાળા ફાટી નીકળે ને સર્વભક્ષી બને એ એકદમ અચોક્કસ છે. પરંતુ વિધ્વંસ ને વિપ્લવનાં વાદળ ચારેબાજુ ઘેરાયેલાં છે, અને આતંકની આશંકા છે, એટલું તો ચોક્સ છે.
કવિ તરીકે જ નહિ, પરંતુ તમારા એક પરમ પ્રામાણિક, પુરાણા, પ્રેમી તરીકે પણ, મારી તમને પ્રાર્થના છે કે માનવના મનની મલિનતાનું માર્જન કરો, માનવને સાચા અર્થમાં માનવ કરો, ને માનવની બુદ્ધિ તથા વિજ્ઞાનની શક્તિનો, સંસારની સુખાકારી ને સમૃદ્ધિ સારુ, સમન્વય કે સદુપયોગ કરો. એ રીતે સંસ્કૃતિની તો ઠીક, પરંતુ એનું સર્જન કરનારા મહામહિમાવંતા, મહામૂલ્યવાન, માનવ મનની રક્ષા કરો
- શ્રી યોગેશ્વરજી
* * *
विज्ञान की विशाल शक्ति विघातक बनकर सृष्टि की सुख-शांति तथा समृद्धि के बजाय सृष्टि के संहार का साधन बन रही है । एटम, हाईड्रोजन, कोबार्ट-जैसे कृतांत के दूत-सरीखे बमों का संग्रह करके अहंकारी मदोन्मत्त मानव संसार के सर्वनाश के सागर-तट पर आसन लगाकर बैठा है ।
बातें प्रीति की किन्तु वृत्ति विद्वेष की; शब्द शांति और सहकार के परंतु साधना अशांति और असहकार की; ऐसे मानव-नेता अपने-अपने पक्ष और बल की अभिवृद्धि की स्पर्धा में पड़े हैं; उसके लिये सभी शक्य साधनों का आश्रय ले रहे हैं ।
अंगार अनेक हैं, और आसपास फैला है कोयला । उन पर हवा देने की अवस्था है । कब विस्फोटक जल उठे और सर्वभक्षी बने, यह एकदम अनिश्चित है; किन्तु विध्वंस और विप्लव के बादल चारों ओर आवृत्त हैं, आतंक की आशंका है, इतना निश्चित है ।
कवि की हेसियत से ही नहीं, किन्तु आपके परम प्रामाणिक, पुरातन प्रेमी की हैसियत से भी आपसे प्रार्थना है - ‘मानव के मन की मलिनता का मार्जन करो; मानव को मानवता से मंडित करो और मानव-बुद्धि तथा विज्ञान की शक्ति का, सांसारिक सुख-सौभाग्य तथा समृद्धि के लिये समन्वय अथवा सदुपयोग करो । उस प्रकार संस्कृति की ही नहीं, उसके सर्जक महामहिमामय, महामूल्यवान मानव-मन की रक्षा करो ।’