અનંતકાળ સુધીનું જીવન મળે, અંખડ યૌવનની પ્રાપ્તિ થાય, ને વૃદ્ધાવસ્થા તથા વ્યાધિરહિત અવસ્થાયે આવી જાય. અખૂટ ઐશ્વર્ય, આદર ને સુખસાધનાથી જીવન સંપન્ન થાય તેમજ પ્રજ્ઞાના પ્રકાશે પ્રકાશિત. ને ઉપનિષદકાળના પેલા ઋષિએ કહ્યું છે તેમ, સો સો શરદ સુધી શરીરની સ્વસ્થતા સાચવીને, શ્રવણથી સારું સાંભળી શકાય, આંખથી સારી રીતે અવલોકાય, ને મનથી મનન થાય.
તો પણ, તમારા વિનાનું એ જીવન નીરસ ને ભારરૂપ જ થઈ પડશે. તમારા દર્શન, સ્પર્શન ને તમારી સેવા સિવાયનું જીવન ભાગ્યે જ કોઈ વિશેષ કામનું થઈ શકશે.
માટે જ મેં માગ્યું છે કે બીજું તો જે મળવાનું હોય તે મળે, કિન્તુ તમારું મધુમય, મૂલ્યવાન મહામિલન તો મને કાયમને માટે મળે ને મારા અલ્પ અથવા અનંતકાલીન જીવનને જીવનથી ભરે, કૃતાર્થ કરે.
- શ્રી યોગેશ્વરજી
* * *
अनंत काल तक का जीवन मिले, अखंड यौवन की प्राप्ति हो; वृद्धावस्था तथा व्याधिरहित अवस्था से अलंकृत बनने का सौभाग्य प्राप्त हो; अतूट ऐश्वर्य, आदर और सुख-साधन से संपन्न जीवन हो । प्रज्ञा के परम प्रकाश से प्रकाशित और उपनिषत्-कालीन ऋषिवर की आकांक्षा के अनुसार, शत-शत शरद ऋतु तक शरीर की स्वस्थता अक्षुण्ण रहें; कानों से अच्छा श्रवण हो, आँखो से सुचारु रूप से देखना हो और मन से मनन करना हो ।
फिर भी, वो जीवन आपके बिना नीरस और भाररूप ही लगेगा । आपके दर्शन, स्पर्श और आपकी शुश्रूषा से रहित जीवन शायद ही किसी विशिष्टता से संयुक्त हो सकेगा ।
इसीलिये मैंने माँगा है कि दूसरा तो जो कुछ भी मिलनेवाला हो सो मिले, किन्तु आपका मधुमय, महामूल्यवान महामिलन शाश्वत काल के लिये अवश्य मिले, और मेरे अल्प अथवा अनंतकालीन जीवन को जीवन से भरे, कृतार्थ करे !