મારું સમસ્ત જીવન તમારી અલૌકિક, ઉચ્ચોચ્ચ ઉપાસનાના નમૂનારૂપ બની ગયું છે, અથવા કહો કે તમારી પ્રેમપૂર્ણ પૂજાના પ્રતીકરૂપ.
સૂઈ જાઉં છું ત્યારે તમારા જ સુંદર, સુધામય શરીરનો સંસ્પર્શ પામીને આરામનો આસ્વાદ પામું છું, ને જાગ્રત થયે તમારી જ ઝાંખી કરું છું. ભોજન કરતાં તમારો જ મહાપ્રસાદ તમને અર્પણ કરું છું, ને પાન કરતાં તમારી જ પ્રસન્નતાનું પીયૂષ તમને સમર્પિત કરીને કૃતાર્થ થઊં છું. પૃથ્વીનો પ્રવાસ કરતાં તમારી જ પ્રદક્ષિણા કરું છું, ને આરામ કરતી વખતે તમારા મંગલ મહિમામાં મળી રહું કે એકરૂપ થાઊં છું.
એ રીતે તમારી આરાધના મારા પ્રાણના પ્રત્યેક પાસામાં ને જીવનના એકેક અંગમાં ફરી વળી છે. તમારી આરાધનાને માટે મારે એકાંતમાં આસન વાળીને આંખ મીચવાની, ને એના પરિણામે પ્રાપ્ત થનારા પીયુષપાનને માટે જીભને કાપીને તાલુસ્થાને લગાડવાની, આવશ્યક્તા પણ હવે નથી રહી. મારી આરાધના એવી અનેરી, અમોઘ અને અખંડ થઈ છે.
- શ્રી યોગેશ્વરજી
* * *
मेरा समस्त जीवन आपकी अलौकिक, उच्चोच्च उपासना का प्रतीक बन गया है, या तो यूँ कहो कि आपकी प्रेमपूर्ण पूजा का प्रतीकरूप बन गया है ।
जब सो जाता हूँ तब आपके ही सुंदर, सुधापूर्ण शरीर के संस्पर्श से मिलनेवाले आराम का आस्वाद पाता हूँ, और जाग्रत् होकर आपकी ही झाँकी करता हूँ । भोजन करते समय आपका ही महाप्रसाद आपको समर्पित करता हूँ, और पान करते समय आपकी ही प्रसन्नता का पीयूष आपको समर्पित करके कृतार्थ बनता हूँ । पृथ्वी का प्रवास करते समय आपकी ही प्रदक्षिणा करता हूँ, और विश्राम के समय आपकी मंगल महिमा में विलीन होता अथवा एकरूप बनता हूँ ।
उसी प्रकार आपकी आराधना मेरे प्राण के प्रत्येक स्पंदन और जीवन के अंगांग में आवृत हो चुकी है । आपकी आराधना के लिये एकांत में आसन लगाकर आँख मींचने की, और उसके परिणाम-स्वरूप प्राप्त होनेवाले पीयूषपान के लिये जिह्वा को काटकर तालुप्रदेश में लगाने की आवश्यकता अब नहीं रही । मेरी आराधना ऐसी अनोखी, अमोघ और अखंड बनी है ।