if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજે આ ખુલ્લા સ્મિત કરનારા આકાશને અવલોકીને, મને તમારા અંતરની અલૌકિકતાની સ્મૃતિ થયા વિના નથી રહેતી. એ અંતર આવું જ સુમધુર, સુખદ ને શાંતિમય છે. એમાં અશુદ્ધિનો અંશ પણ નથી દેખાતો. તમારા એ અમૃતઆલોકિત અંતરની સ્મૃતિ પણ કેટલી બધી સુખદાયક ને શાંતિકારક છે 

આજે આ ખુલ્લા વાદળ વિનાના વ્યોમને વિલોકીને મને તમારા વદનની સ્મૃતિ થયા સિવાય નથી રહેતી. એ વદન આવું જ અનેરું, અલૌકિક અને અસાધારણ સુંદરતાથી સંપન્ન છે. એમાં ક્યાંય અસુંદરતાનો અંશ પણ નથી દેખાતો. તમારા એ વહાલ વરસાવતા, વસંતના વેણુવાદન જેવા, વદનની સ્મૃતિ પણ કેટલી બધી સુખદાયક ને શાંતિકારક છે 

તમે દૂર છો ને આપણી વચ્ચે આ અનંત પર્વતમાળા પ્રસરેલી છે, એ હું જાણું છું. તમે દૂર છો, ને આપણી વચ્ચે આ સેંકડો સરિતા સાગર સ્ત્રોત સુતેલાં છે, એ હું જાણું છું. છતાં કલ્પનાની પાંખ પર બેસીને, કવિતાની કુસુમમાળા સાથે હું તમારી પાસે આવી પહોચું છું. કરોડો કામદેવની કમનીયતાને પણ ક્ષુલ્લક કરી દેનારા રૂપની રસવાટિકામાં હું ભ્રમર બનીને ભમું છું, ને તમારા રસના સરોવર સરખા હૃદય પર રાસ રમું છું.

તમારી દૃષ્ટિના દૈવી આસ્વાદનો જ આ આકાશ અનુભવ કરે છે, ને તમારા રસામૃતનું પાન કરતાં, તમને એકીટસે જોયા કરે છે. તમારા સનાતન સૌન્દર્ય રસમાંથી એને પણ સુંદરતા તથા તૃપ્તિ મળે છે. તમારું જગત તમારા દર્શનથી અવનવું બને છે, મારી કવિતાની જેમ તમારા શ્રીચરણે સમર્પિત થવામાં ગૌરવ ગણે છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

आज इस खुले स्मित करनेवाले आकाश का अवलोकन करके, मुझे आपके अंतर की अलौकिकता की स्मृति हुए बिना नहीं रहती । वह अंतर ऐसा ही सुमधुर, सुखद और शांतिमय है । उसमें अशुद्धि का अंश भी नहीं दीखता । आपके उस अमृत आलोकित अंतर की स्मृति भी कितनी अधिक सुखदायक और शांतिकारक है !

आज इस खुले, बादल से विहीन व्योम को विलोककर, मुझे आपके बदन की स्मृति हुए बिना नहीं रहती । वह बदन भी ऐसे ही अनोखे, अलौकिक, असाधारण सौंदर्य से संपन्न है । उसमें कहीं असुंदरता का लेश भी नहीं दीखता । आपके उस स्नेह-सुधा सिंचन करनेवाले, वसंत के वेणुवादन-सदृश बदन की स्मृति भी कितनी अधिक सुखदायक और शांतिकारक है ?

आप दूर हैं, और हमारे बीच यह अनंत पर्वतमाला व्याप्त है, इसका मुझे पता है । आप दूर हैं, और हमारे बीच सैंकडों सरिताएँ, सागर और स्त्रोत सोये हुए है, यह मैं जानता हूँ । फिर भी, कल्पना के पंख पर बैठकर, कविता की कुसुममाला के साथ, आपके पास पहुँच जाता हूँ । कोटि-कोटि कामदेव की कमनीयता को भी तुच्छ साबित करनेवाले आपके रुप की कमल-रसवाटिका में, मैं भ्रमर बनकर गुंजार करता हूँ, और आपके रससरोवर-सरीखे हृदय पर रास-क्रीडा करता हूँ ।

आपकी दृष्टि के दैवी आस्वाद का ही अनुभव यह आकाश करता है, और आपके रसामृत का पान करता हुआ, आपको निर्निमेष देखा करता है । आपके सनातन सौंदर्य-रस में से उसे भी सुंदरता तथा तृप्ति मिलती है । आपका जगत आपके दर्शन से अति नवीन बनता है – मेरी कविता की तरह आपके श्रीचरणों में समर्पित बनने में गौरव मानता है ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.