તમારી સલામત છત્રછાયા જેને સાંપડી જાય છે, તથા તમારા અમૃતવર્ષણ કરનારા અભય કરથી જેનું મસ્તક મંડિત થાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે તથા કયી વાતની કમી છે ?
તમારી અમીમય આંખ જેની આંખ સાથે એક થાય છે, તથા તમારા આત્મા સાથે આત્માનું અનુસંધાન અથવા એકત્વ સાધીને જે શાંતિનું ગીત ગાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?
તમારા સુખમય સહવાસમાં જે સદાને સારુ સ્નાન કરે છે, તથા તમારા પ્રેમપીયૂષના પાનથી જેનો પ્રાણ પ્રફુલ્લિત, પરમતૃપ્ત ને પાવન બને છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?
તમારા ગૌરવ ગીતોના ઘેનમાં ગળાબૂડ ડૂબી જાય છે, અને તમારી કૃપાના કલ્પદ્રુમની નીચે જેની કામના કૃતાર્થ થાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?
તમારા રતિ કરતાં રૂપાળા રૂપ પાછળ જેવું હૃદય વારી જાય છે, ને જેનો પ્રાણભ્રમર તમારી કાયાનાં કોટિ કોટિ કમળ પર કેલિ કરીને કલ્યાણની કવિતા ગાય છે, એને આ ભવાટવીમાં શો ભય છે, શેની ચિંતા છે, તથા કયી વાતની કમી છે ?
એને ગ્રહોની શી ચિંતા, ને કુદરતી કોપ પણ એને શું કરી શકે ? એને પ્રારબ્ધની પીડા ક્યાં રહી, ને કર્મફળ પણ એને ક્યાંથી કેદ કરી શકે ? તમારાં ચંદનચર્ચિત, ચારુચરણમાં ચિત્તને ચોંટાડીને જે શ્વાસ લે છે, ને પોતાનું જે છે તે બધું જ એને અર્પી દે છે, એ તો કાયમને માટે નિર્ભય છે, નિશ્ચિંત છે, ને એને કયી વાતની કમી રહે છે ?
- શ્રી યોગેશ્વરજી
* * *
आपकी क्षेममयी छत्र-छाया से जो संपन्न होता है, आपके अमृतवर्षण करनेवाले अभय करकमल से जिसका मस्तिष्क मण्डित बनता है, उसे इस भवाटवी में क्या भय, किसकी चिंता और किस बात की कमी है ?
आपकी सुधावर्षिणी दृष्टि जिसकी दृष्टि से मिल जाती है, तथा आपकी आत्मा के साथ आत्मा का अनुसंधान अथवा एकत्व साधकर जो शान्ति का सनातन गीत गाता है, उसे इस भवाटवी में क्या भय, किसकी चिंता, किस बात की कमी है ?
आपके सुखमय सहवास-सरोवर में जो सदाके लिये स्नान करता है; आपके प्रेम-पीयूष के पान से जिसका प्राण प्रफुल्लित, परमतृप्त, पावन बना रहता है; उसे इसी भवाटवी में क्या भय, किसकी चिंता, किस बात की कमी है ?
आपके गौरव-गीतों के गहन में जो आकंठ डूब जाता है, और आपकी कृपा के कल्पद्रुम के नीचे अपनी कामनाएँ कृतार्थ करता है, उसे इस भवाटवी में क्या भय, किसकी चिंता, किस बात की कमी है ?
आपके रति से भी अधिक आकर्षक रूप के पीछे जिसका हृदय समर्पित हो जाता है, जिसका प्राण-भ्रमर आपकी काया के कोटि-कोटि कमल पर केलि करके कल्याण की कविता गाता है, उसे इस भवाटवी में क्या भय, किसकी चिंता, किस बात की कमी है ?
उसे ग्रहों की क्या चिंता, और उसको कुदरती कोप भी क्या कर सकता है ? उसे प्रारब्ध की पीड़ा कहाँ रही, और कर्मफल भी उसे कैद कैसे कर सकते हैं ? जो आपके चंदन-चर्चित, चारु चरणों में चित्त को चिपकाकर श्वास लेता है, अपना सब कुछ आपको अर्पण करता है, वह तो हमेशा के लिये निर्भय होता है, निश्चिंत बन जाता है; उसे किस बात की कमी रहती है ?