કોણે પાડ્યા છે આ પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણના ભેદ ? વિશાળ વ્યોમની પેઠે વિશ્વના વિશાળ વાતાવરણને, કોણે આમ વાડા રચીને વહેંચી નાખ્યું છે ? એક જ અવનીના અર્ણવમાં આ અભેદભાવને ભૂલી જઈને, અનેકાનેક ઓવારા કોણે બાંધ્યા છે ? એક જ માતા ને એક જ પિતાના પરિવારની અંદર, અનેકત્વની અક્ષરાવલિ કોણે આલેખી છે ?
સંસાર સૌનો છે, ને સંસ્કૃતિયે સૌની. સંપત્તિ સૌની ને સુખકારીયે સૌની છે. એક જ સંગીતસમારોહના આ તો સાધન છે. અથવા વધારે સારા શબ્દોમાં કહો કે એક જ સિતારના આ તો સંગીતસ્વર છે. એક જ રવિના કોટિ કિરણ ને એક જ કમનીય કમળનાં જુદાં જુદાં દલ. એક જ વાયુની આ બધી લલિતશી લહરી, અને એક જ આકાશની આ તારકનગરી; એમની વચ્ચે દેશ ને કાળના, ઉત્તમ ને અધમના ભેદ કોણે પાડ્યા ? વર્ણ ને રંગના ભેદ કોણે પાડ્યા ?
ધરતીનાં બધા જ સંતાન એક છે, ને ધરતીનું સઘળું એમનું સહિયારું છે. એવા અવનવીન આહલાદક આલાપથી આ વાયુમંડળને વ્યાપ્ત કરી દે, ઓ સંગીતકાર ! અનેકતાની અંદર રહેલી એકતા અને વિસંવાદની વચ્ચે વસતા સંવાદ તરફ અંગુલિનિર્દેશ કરી લે ! વિશ્વના વિષમય વાતાવરણને એ રીતે ઓ કવિરાજ ! અમીથી ભરી દે, કે સંજીવન ધરી દે !
- શ્રી યોગેશ્વરજી
* * *
किसने किये हैं पूर्व और पश्चिम, उत्तर और दक्षिण के ये भेद ? विशाल व्योम के सदृश विश्व के विशाल वातावरण को वाड़ाबंधी करके किसने विभक्त किया है ? एक ही अवनि के अर्णव में अभेदभाव का विस्मरण करके अनेकानेक घाट किसने बनाये हैं ? एक ही माता और एक ही पिता के परिवार के अंदर अनेकत्व की अक्षरावली का आलेखन किसने किया है ?
संसार सबका है, और संस्कृति सबकी है । संपत्ति सबकी और सुख की खानें भी सबकी है । ये सब एक ही संगीत-समारोह के साधन अथवा साज हैं । अथवा अन्य शब्दों में कहें तो एक ही सितार के सुरीले संगीत-स्वर है । एक ही रवि की कोटि किरणें, एक ही कमनीय कमल के अलग-अलग दल, एक ही वायु की ये सब ललित लहरें, एक ही आकाश की तेजस्वी तारानगरी – इनके बीच देश और काल के, उत्तम और अधम के भेद किसने किये ? वर्ण और रंग के भेद किसने किये ?
धरती की सभी संतान एक हैं और धरती के सर्वस्व के वे सभी अधिकारी हैं; ऐसे नित्यनवीन आह्लादक अनुप्राणित करनेवाले आलाप से इस वायुमंडल को व्याप्त कर दे ओ संगीतकार ! अनेकता के अंदर रहनेवाली एकता और विसंवाद के बीच बसनेवाले संवाद की और अंगुलि-निर्देश कर दे ! विश्व के विषमय वातावरण को उसी प्रकार, ओ कविराज ! अमी से भर दे, उसमें संजीवन धर दे !