if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અસત્ય ને અન્યાયનાં નહિ પણ સત્ય ને ન્યાયનાં બળનો જ વિજય થશે. શોષણ, ત્રાસ ને જોર જુલમ નહિ, પણ પોષણ, સહાનુભૂતિ ને સહકારનાં બળો જ સફળ થશે. અશાંતિ નહિ શાંતિ, ને અંધકાર નહિ પણ પ્રકાશ જ સનાતન છે, અને આખરે એમનો જ મહિમા વિશ્વમાં વ્યાપક બનશે તથા દિશાપ્રદિશામાં ફરી વળશે. અસત્ય ને અન્યાયનાં નહિ પણ સત્ય ને ન્યાયનાં બળો જ વિશ્વમાં વિજયી થશે.

કષ્ટ, ક્લેશ કે કાલિમા નહિ પરંતુ સુખ, સંપ ને શુદ્ધિને જ છેવટે સફળતા મળશે, ને પ્રતિકુળતા નહિ પણ અનુકૂળતા જ વિજયને વરશે. માનવના મનની મેલી મુરાદ, ને તેને પૂરી કરવાના કરોડો કીમિયા, નાકામિયાબ બનશે. એની અહંકારોત્પન્ન, આડંબરપૂર્ણ, અમંગલ, આકાંક્ષા અસફળ થશે : એક તમારી જ ઈચ્છા, આકાંક્ષા, પ્રેરણા કે યોજનાનો જયજયકાર થશે. ઘડી-બે ઘડી ચમકીને ચાલ્યાં જતાં તુષાર બિંદુની જેમ માનવની બધી જ બાજી બગડી જશે, બેહાલ બનશે, ને તમારી જ બાજીને વિજય મળશે. અસત્ય ને અન્યાયનાં નહિ પણ સત્ય, નીતિ ને ન્યાયનાં બળોને જ વિજય મળશે.

અંધકારનાં અનેકાનેક આવરણથી આવૃત અવની આખરે અલૌકિક અજવાળાથી આલોકિત બનશે, પ્રેમના પ્રભાવથી પૃથ્વી પાવન થશે, સદાચાર ને સહયોગની સ્વર્ગીય, સુખદાયક, શાંતિકારક સૌરભ સઘળે ફરી વળશે, ને દાનવતા નહિ પણ માનવતા, ને વેર નહિ, પણ પ્રેમનો જયજયકાર થશે. માનવના મનને મારી નાખવાના, એના આત્માને અવરોધવાના, આતંકિત કે અપમાનિત કરવાના, ગૂંગળાવવાના કે કેદ કરવાના, તથા પ્રભુતાને બદલે પશુતામાં પલટાવવાના, પાર વિનાના, પ્રખરમાં પ્રખર પ્રયાસ પણ પાણીમાં જશે, અથવા માટીમાં મળશે. માનવનો આત્મા આઝાદ થઇને એનું સર્વકાંઈ સ્વતંત્ર ને સમુન્ન્ત થઈને જ, જંપી કે શાંતિનો શ્વાસ લઈ શકશે. અસત્ય, અનીતિ ને અન્યાયનાં નહિ પણ સત્ય, નીતિ ને ન્યાયનાં બળો જ છેવટનો જંગ જીતી શકશે.

નિરાશા નાસીપાસ થશે, અંધકારનો અંત આવશે, આંસુના અર્ણવમાં ઓટ આવશે, પીડાના પ્રખર પારાવારની પણ પાર પહોંચાશે, પ્રવાસના પથ પર પાવન પ્રકાશ પથરાશે. નવજીવનનાં સંદેશવાહક થઈને પંખી પોકારી ઊઠશે; ને ચમેલી, ચંપા, માલતી ને મોગરાની મહેંકથી માદક સમીરની સુસવાટા કરતી લલિત લહરી બધે ફરી વળશે. રાત્રી પૂરી થશે, ને પ્રભાત પ્રકટશે. સમીપના સરોવરમાં સ્મિત કરતાં કમળની જેમ, સહસ્ત્ર સહસ્ત્ર કમળની કમનીયતાથી, સંસાર સુશોભિત બનશે. અસત્ય ને અન્યાયનાં નહિ પણ સત્ય ને ન્યાયનાં બળનો જ વિજય થશે.

પાસેના પર્વત પાછળથી પ્રકટતા પ્રભાકરને પેખીને, કવિનું કોમળ, કોડીલું, કામણગીરું, કાળજું કવિતામાં એ પ્રમાણે બોલી ઊઠ્યું ને કવિએ એનું ગીત ગૂંથ્યું.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

असत्य और अन्याय के नहीं, किन्तु सत्य और न्याय के बल की ही विजय होगी । शोषण, त्रास और जोर-जुल्म नहीं, किन्तु पोषण, सहानुभूति, सहकार के बल ही सफल बनेंगे । अशांति नहीं, शान्ति; और अंधकार नहीं किन्तु प्रकाश ही सनातन है – आखिर उन्हीं की महिमा विश्व में व्यापक होगी और दिशा-प्रदिशा में व्याप्त होगी । असत्य और अन्याय के नहीं, सत्य और न्याय के ही बल विश्व में विजयी होंगे ।

कष्ट, क्लेश, कालिमा नहीं, परंतु सुख, संपत्ति, शुद्धि को ही अंत में सफलता मिलेगी । प्रतिकूलता नहीं किन्तु अनुकूलता के उपर ही विजय-वृष्टि होगी । मानव-मन की मैली मुराद, और उसे पूरी करने के करोड़ों प्रयत्न, नाकामयाब होंगे । उसकी अहंकारोत्पन्न, आडंबरपूर्ण, अमंगल आकांक्षा असफल होगी – एक आपकी ही इच्छा, आकांक्षा, प्रेरणा, योजना का जय-जयकार होगा । घड़ी-दो घड़ी चमककर चलनेवाले तुषार-बिन्दु की तरह मानव की समुची बाजी बिगड़ जायेगी, बेहाल बनेगी और आपकी बाजी को ही विजय मिलेगी । असत्य और अन्याय के नहीं किन्तु सत्य, नीति, न्याय के बलों को ही विजय वरण करेगी ।

अंधकार के अनेकानेक आवरणों से आवृत अवनि आखिर अलौकिक आलोक से आलोकित बनेगी; प्रेम के प्रभाव से पृथ्वी पावन होगी; सदाचार, सहयोग की स्वर्गीय, सुखदायक, शांतिकारक सौरभ सर्वत्र फैल जायेगी, और दानवता नहीं किन्तु मानवता और बैर नहीं किन्तु प्रेम का ही जय-जयकार होगा । मानव के मन को मार डालने के, उसकी आत्मा को अवरुद्ध करने के, आतंकित अथवा अपमानित बनाने के, श्वास रोककर मारने या कैद करने के, तथा प्रभुता की अपेक्षा पशुता में परिवर्तित करने के, प्रखर से प्रखर प्रयत्न भी निष्फल बनेंगे, मिट्टी में मिलेंगे । मानव की आत्मा आझाद होकर, सब प्रकार से स्वतंत्र और समुन्नत बनकर ही, शांति का श्वास ले सकेगी । असत्य, अनीति और अन्याय के नहीं किन्तु सत्य, नीति और न्याय के बल ही अंतिम जंग जीत सकेंगे ।

निराशा मिटेगी, अंधकार का अंत आयेगा, अश्रु के अर्णव सूख जायेंगे, पीड़ा के प्रखर पारावार के भी पार पहूँचा जायेगा, प्रवास के पथ पर पावन प्रकाश प्रसरित होगा । नवजीवन के संदेशवाहक बनकर पक्षी पुकारेंगे; और चमेली, चंपा, मालती, मोगरे की महक से मादक मातरिश्वा की ललित लहरी सर्वत्र फैल जायेगी । रात्रि पूरी होगी; प्रभात प्रकट होगा । समीपस्थ सरोवर में स्मित करते कमलों की तरह, सहस्त्र-सहस्त्र कमलों की कमनीयता से, संसार सुशोभित बनेगा । असत्य और अन्याय के नहीं किन्तु सत्य और न्याय के बल की ही विजय होगी ।

पास के पर्वत के पीछे से उदित होते प्रभाकर को देखकर, कवि का कोमल, अनुराग तथा जादूभरा कलेजा कविता में उसी प्रकार बोल उठा और कवि ने उसका गीत गूँथा ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.