ઉગતી ઉષા ને શાંત થતી સંધ્યાના સોનેરી રંગોમાં એનો જ રસ રેલાઈ રહ્યો છે, ને દિવસે તથા રાતના હૃદયમાં એના જ આલાપનો આવિર્ભાવ થયો છે. સાગર, સરિતા ને સ્ત્રોતમાં એના જ સ્વાદુ સંગીતની સુરાવલિ છૂટી રહી છે, ને પર્વતો તથા પૃથ્વી એના જ પીયૂષપાને પાવન છે. વૃક્ષ, વલ્લરી ને વિટપ પર એના જ પ્રતિધ્વનિ પડી રહ્યા છે, ને સુમન તથા સમીરલહરી એની જ સૌરભથી સભર છે. વ્યોમની વિશાળતામાં પણ શું એ જ નથી વ્યાપી ?
સૂર્ય ને શશીને પ્રકાશ તથા પીયૂષનું પ્રદાન એણે જ કરેલું છે, ને નક્ષત્રમંડળમાં એને લીધે જ નવનીત ભરેલું છે. વૃષ્ટિ ને વાદળ બનીને એ જ વરસે છે, ને વિલાસ કરે છે; ને ચંચળ ચપલા થઈને ચારેકોર ચમકે છે. માનવના મધુમય મુખમંડળમાં, એની અમૃતમય અનેરી આંખમાં, વહાલની વેણુ જેવી વાણીમાં, સુધામય, સ્નેહભીના સ્પર્શમાં, એના આનંદમાં ને શોકમાં, એની અલ્પતા ને અસાધારણતામાં, અને એના અનેકવિધ જીવનના પ્રત્યેક પાસા તેમજ પ્રસંગમાં પણ, શું એની અલૌકિકતા અંકિત નથી થઈ ?
કોઈ એવો કાળ કે કોઈ એવું ઠામ છે જ્યાં એનું અમીવર્ષણ ના થતું હોય ? પૃથ્વીના પ્રત્યેક પરમાણુમાં તે પ્રસરી ને પ્રકાશી રહી છે. જેના કાળજામાં કવિતા છે, તેને કાયમ માટે કવિતા જ કવિતા છે. કવિતાના કાયમી આસ્વાદથી એનો અંતરાત્મા અહર્નિશ અમીમય, અલૌકિક અને આલોકિત છે.
- શ્રી યોગેશ્વરજી
* * *
कवि के कवि, कल्पातीत, कवि-सम्राट की कविता बताओ तो कहाँ नहीं है ? उगती उषा और शांत होनेवाली संध्या के सुनहरे रंगो में उसीका रस फैल रहा है और दिन तथा रात के हृदय में उसीके आलाप का आविर्भाव हो रहा है ।
सागर, सरिता, स्त्रोत में उसीके स्वादु संगीत की सुरावली गूँज रही है, और पर्वत तथा पृथ्वी उसीके पीयूष-पान से पावन हैं । वृक्ष, वल्लरी, विटप पर उसीकी प्रतिध्वनि पड़ रही है और सुमन तथा समीर-लहरी उसीकी सौरभ से भरपूर हैं । व्योम की विशालता में भी क्या वही व्याप्त नहीं हो रही है ?
सूर्य और शशि को प्रकाश तथा पीयूष का प्रदान उसीने किया है, और नक्षत्र-मंडल में भी नवनीत उसीने भरा है । बादल बनकर वृष्टि के रूप में वही बरसती है, विलास करती है; और चंचल चपला बनकर चतुर्दिश चमकती है ।
मानव के मधुमय मुखमंडल में, उसकी अमृतमयी अनोखी आँखों में, प्यार की वेणु-जैसी वाणी में, सुधामय स्नेहसंपूर्ण स्पर्श में, आनंद और शोक में, उसकी अल्पता और असाधारणता में और उसके अनेकविध जीवन के प्रत्येक दिशा तथा प्रसंग में भी; उसीकी अलौकिकता अंकित हो रही है ।
ऐसा कोई काल या कोई स्थान नहीं, जहाँ उसका अमीवर्षण न होता हो । पृथ्वी के प्रत्येक परमाणु में उसीका प्रसरण और प्रकाश है । जिसके कलेजे में कविता है, उसे सदा के लिये कविता-ही-कविता है । कविता के नित्य आस्वाद से उसकी अंतरात्मा अहर्निश अमीमय, अलौकिक और आलोकित है।