વરસો પહેલા વાગેલી વાંસળી, વૃંદાવનની વાટિકા ને વૃંદાવનનાં વનને વહાલથી ભરતી, વિશ્વમાં વ્યાપી ગઈ. જમનાનાં જળ, ગોપીનાં ગોરસીસમાં મુખમંડળ, ને કુંજ નિકુંજને કામણ કરતી બંસરી બધે જ વ્યાપી રહી, ને મુનિ તથા મૂર્ખનાં મનને પણ મોહિત કરનારી થઈ. વરસો પહેલાં વાગેલી વાંસળી, વૃંદાવનની વાટિકા ને વૃંદાવનના વનને વહાલથી ભરતી, વિશ્વમાં વ્યાપી ગઈ.
કવિઓએ કવિતા કરી, પ્રેમીઓએ પ્રશસ્તિ ધરી, આરાધકે એની આરતિ ઉતારી, ને ભાવિકોએ એને ભક્તિભાવથી ભરપુર કરીને, કથામાં કહી કહીને કાયમને કાજે કૃતાર્થ કરી. મધુથી પણ મધુમયી, પીયૂષથી પણ પ્રસન્નતાભરી, સ્વર્ગથી પણ વધારે સુખમયી, એ વાંસલડી ચેતન ને નિશ્ચેતન સૌના આત્માને આશીર્વાદરૂપ થઈ. વરસો પહેલાં વાગેલી વાંસળી, વૃંદાવનની વાટિકા ને વૃંદાવનના વનને વહાલથી ભરતી, વિશ્વમાં વ્યાપી ગઈ.
સૃષ્ટિમાં સમાઈને સુષુપ્ત રીતે રહેલી એ વાંસળી વહાલની વર્ષા કરતી, સુખ ને શાંતિનું સુધાસીંચન કરતી પૃથ્વીના પ્રત્યેક પરમાણુમાં પ્રેમ, પ્રસન્ન્તા, મધુતા તથા મૈત્રી ભરતી, અને આખી અવનીને એકતાનો અભિનવ સંદેશ ધરતી, એકવાર ફરી વાગી, ગાજી, ને વિશ્વના વિષમય વાતાવરણમાં વ્યાપી ઊઠી. વસંતની પેઠે પૃથ્વીને નવજીવન દેતી, ને મનુકુળની મોહિની બનીને બધે વાગી !
તૂટેલા તારા એના અમીમય આસ્વાદથી એક થાય, વિષમય વાતાવરણમાં વહાલનો વાયુ વાય, ને ભેદભાવ, ભય, શોક ને સંતાપ શમી જાય ! હૃદયના વિશાળ વૃંદાવનમાં, પ્રજ્ઞાના યશસ્વી યમુનાતટ પર વિશુદ્ધ વાતાવરણની કોમળ, કલેશરહિત કુંજનિકુંજમાં, સદ્ વિચાર ને સદ્ ભાવનાની સૌરભથી ભરેલી ભૂમિમાં, એકવાર ફરીથી એ વેણુનું વાદન કર, ઓ મારા અંતર્યામી ! એકવાર ફરીથી તારા સુધામય, સ્વર્ગીય સ્વરથી દિશા ને પ્રદિશાને ભર, ને સૃષ્ટિને સંપૂર્ણપણે સુખમય કર !
વરસો પછી, પ્રકટ થયેલો કે કવિતા કરનારો કોઈ કવિ ભલે કહે કે વરસો પહેલાં વાગેલી વાંસળી વિરાટ વિશ્વમાં વ્યાપી ગઈ; એથી આખી અવનીની ભીતિ ભાગી ગઈ; બધે એકતા થઈ, ને પીડાથી પ્રજ્વલિત પૃથ્વી એના પાર વિનાના પીયૂષપાનથી પુલકિત, પાવન, પ્રસન્ન ને પ્રેમમયી થઈ. વરસો પછી પ્રકટ થયેલો કે કવિતા કરનારો કોઈક કવિ ભલે કહે, કે વરસો પહેલાં વાગેલી વિરાટની વાંસળી વિશ્વમાં વ્યાપી કે ક્રાંતિ કરી ગઈ !
- શ્રી યોગેશ્વરજી
* * *
बरसों पहले बजी बाँसुरी, वृंदावन की वाटिका और वृंदावन के वन को प्यार से भरकर विश्व में व्याप्त हो गयी । यमुना के जल, गोपी के गोदुग्धोज्जल मुखमंडल और कुंज-निकुंज पर जादू करती बाँसुरी फैल गयी । मुनि तथा मूर्ख के मन को भी मोहित कर गई । बरसों पहले बजी बाँसुरी, वृंदावन की वाटिका और वृंदावन के वन को प्यार से भरकर विश्व में व्याप्त हो गयी ।
कवियों ने कविता की, प्रेमियों ने प्रशस्ति धरी, आराधकों ने उसकी आरती उतारी; भावुकों ने भक्ति-भाव से भरपूर बनाकर, कथा में प्रस्तुत करके उसे अमरत्व प्रदान किया । मधु से भी मधुमयी, पीयूष से भी प्रसन्नताभरी, स्वर्ग से भी अधिक सुखमयी बंसी चेतन-निश्चेतन सबके आत्मा के लिये आशीर्वादरूप बनी । बरसों पहले बजी बाँसुरी, वृंदावन की वाटिका और वृंदावन के वन को प्यार से भरकर विश्व में व्याप्त हो गयी ।
सृष्टि में समाविष्ट होकर सुषुप्त रूप से रहनेवाली बंसी प्यार की वर्षा करती, सुख-शांति का सुधासिंचन करती, पृथ्वी के प्रत्येक परमाणु में प्रेम, प्रसन्नता, मधुता तथा मैत्री भरती, और अखिल अवनि को ऐक्य का अभिनव संदेश सुनाती एक बार फिर से बजी और विश्व के विषमय वातावरण में व्याप्त हो गयी । वसंत की तरह पृथ्वी को नवजीवन देकर और मनुकूल की मोहिनी बनकर सर्वत्र बजती रही !
ओ मेरे अंतर्यामी ! टूटे हुए तार उसके अमीमय आस्वाद से एक हों, विषमय वातावरण में प्यार की लहर चलें, और भेदभाव, भय, शोक तथा संताप का शमन हो जाय ! हृदय के विशाल वृंदावन में, प्रज्ञा के यशस्वी यमुना-तट पर, विशुद्ध वातावरण की कोमल, क्लेशरहित कुंज-निकुंज में, सदविचार, सदभाव की सौरभ से परिपूर्ण भूमि में, एक बार फिर से उस वेणु का वादन कर, ओ मेरे अंतर्यामी ! एक बार फिर से तेरे सुधामय स्वर्गीय स्वर से दिशा-प्रदिशा को भर, और सृष्टि को संपूर्ण रूप से सुखमय कर !
बरसों के बाद प्रकट हुआ कविता करनेवाला कोई कवि भले कहे कि बरसों पहले बजी विराट की बाँसुरी विश्व में व्याप्त हो गयी; उससे अखिल अवनि की भीति भाग गयी; सर्वत्र एकता हुई; पीड़ा से प्रज्वलित पृथ्वी उसके अपार पीयूष-पान से पुलकित, पावन, प्रसन्न, प्रेममयी बनी । बरसों के बाद प्रकट कविता करनेवाला कोई कवि भले ही कहे, बरसों पहले बजी विराट की बाँसुरी विश्व में व्यापक बनी और क्रान्ति करके चली गयी ।