Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મને આશ્ચર્ય થાય છે કે તમારા સ્નેહના ક્ષીરસાગરનું સુધાસ્વાદુ સલિલ સાવ સૂકાઈ ગયું છે કે શું ? તમારા અહેતુકી અનુકંપાના અમીમય અર્ણવમાં એકાએક ઓટ આવી છે કે શું ? મારા માનવામાં તો નથી આવી શકતું; પરંતુ મારા મનમાં વિચારોના એવાં એવાં વમળ ઊઠ્યા કરે છે.

તમારે માટે મનમાં મનોરથના મિનારા રચીને, હું કવિતાનાં કમનીય કુસુમથી તમારી આરાધના કરું છું, ને પ્રાણમાં પ્રેરણા તથા પ્રકાશ ભરું છું. જીવનનો અમુલખ અર્ઘ્ય તમારા ચરણે ધરું છું, ને તમારી છત્રછાયામાં ફિકર વિનાનો થઈને ફરું છું. પ્રત્યેક પળને, તમારી પ્રસન્નતાની સામગ્રીરૂપે મેં તમને અર્પણ કરી છે, ને મારી જીવન સિતારને એ રીતે તમારા સ્વરથી સજીને કૃતાર્થ કરી છે.

તમે એમ ના માનશો કે મારે જ માટે હું તમારી કૃપાની કામના કરું છું. સૂર્યનો પ્રકાશ તેના પોતાના માટે જ નથી વપરાતો. ચંદ્રની ચાંદની ચંદ્રને ચારુ કરવા જ કામ નથી લાગતી. સરિતાના સલિલ ને સુમનની સુવાસ પણ એમને માટે જ નથી વપરાતી. એ રીતે, તમારી કૃપાના પરિણામે પ્રાપ્ત થનારા મહાપ્રસાદમાંથી મારી જ ક્ષુધા નહિ શમે, પરંતુ સમસ્ત સૃષ્ટિને શાંતિ મળશે, ને મારું જીવન વડવાનલમાં અમૃતનું વર્ષણ કરશે. એથી તમારું અંતર પણ ઉત્સવ કરશે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

मुझे आश्चर्य होता है, क्या आपके स्नेह के क्षीरसागर का सुधास्वादु सलिल समूचा सूख गया है ? क्या आपकी अहैतुकी अनुकंपा के अमीमय अर्णव में एकाएक भाटा आया है ? मेरे मानने में नहीं आता, किन्तु मन में विचारों के वैसे विविध विवर्त उठा करते है ।

आपके लिये मन में मनोरथों की मीनारें रचकर कविता के कमनीय कुसुमों से आपकी आराधना करता और प्राणों में प्रेरणा तथा प्रकाश भरता हूँ । जीवन का अनमोल अर्घ्य आपके श्रीचरणों में अर्पित करता हूँ और आपकी छत्रछाया में निश्चिंत होकर फिरता हूँ । प्रत्येक पल को मैंने आपकी प्रसन्नता की सामग्री के रूप में आपको समर्पित कर दिया है, और मेरे जीवन-सितार को आपके सुस्वर से सजाकर सार्थक किया है ।

ऐसा नहीं मानना – मैं अपने ही लिये आपकी कृपा-कामना करता हूँ । प्रभाकर का प्रकाश इसके अपने ही काम नहीं आता । चंद्र की चाँदनी चंद्र को चारु बनाने के लिये ही खर्च नहीं होती । सरिता के सलिल और सुमन की सुवास भी उन्हीं के लिये इस्तेमाल नहीं होती । इसी प्रकार, आपकी कृपा के परिणामस्वरूप प्राप्त होनेवाले महाप्रसाद से केवल मेरी ही क्षुधा शांत नहीं होगी, किन्तु समस्त सृष्टि को शांति मिलेगी; मेरा जीवन वड़वानल में भी अमृत का वर्षण करेगा और आपके अंतर को भी उत्सव के रंग में रंग देगा ।