સ્વાગતનાં સુવાસિત સુમન સાથે, સુધામય બોલ બોલીને તમે મારું સ્વાગત નહિ કરો તથા મને અનુરાગનો અલૌકિક, અસાધારણ અર્ઘ્ય નહિ ધરો તો પણ, હું તો સદાને સારુ સ્નેહના સુમન સાથે, અનુરાગનો અમૃતમય અર્ઘ્ય લઈને, તમારા સ્વાગત સારુ તૈયાર રહીશ ને તમને મળતાં વેંત, મારું મહામૂલું જીવનધન અર્પી દઈશ.
સંધ્યાની સુરખિ સમા સુમધુર, સુંદર સ્મિત સાથે, પ્રશંસાનો પરિમલ પ્રસારીને, તમે મારે સારુ સ્વર્ગસુખ કરતાંયે સુખદ સુખની સૃષ્ટિ નહિ કરો તથા મને તમારો માનીને મધુમય, આરામદાયક આલિંગનનો આનંદ આપતાં તાપ નહિ હરો તો પણ હું તો સદાને સારુ સંતપ્તને શાંતિ સમર્પનારા સ્મિત અને આલિંગનનો આનંદ આપવાની આશા સાથે, તમારા સારુ સ્વર્ગ સુખથીયે સુખમય સૃષ્ટિનું સર્જન કરવા તત્પર રહીશ ને તમને મળતાં વેંત, કાયમને માટે તમારો થઈશ.
બધી બાજુથી મારા જીવનની રક્ષા કરીને, મારા સર્વસ્વને સુસ્વાદુ કરતાં, તમે મારી સંજીવની બૂટિ નહિ બનો તથા તમારા હૈયાની હૂંફ અને અંગેઅંગની ઉષ્મા આપીને, મારા પ્રેમના પ્રતીકશા પ્રાણને તમારા પ્રાણ સાથે નહિ વણો તો પણ, હું તો સદાને સારું તમારા હૈયાની હૂંફ અને અંગેઅંગની ઉષ્મા થવા તૈયાર રહીશ ને તમને મળતાં વેંત, જીવનનો આનંદ દઈશ.
પ્રશંસાના પુષ્પોથી પંથને પવિત્ર કરવાને બદલે તમે મારા પર પાદપ્રહાર કરશો, અને અશ્રુનો અંત આણી, નિરાશાને નષ્ટ કરવાને બદલે અશ્રુના ઓઘ ને નિરાશા તથા પીડાનો પ્રસાદ ધરશો તો પણ, હું તો સદાને સારુ તમારી પ્રતીક્ષાના પાવન પથ પર પરિમલ ભરેલાં પુષ્પોને પાથર્યા કરીશ ને તમને મળતાં વેંત તમને મારી પ્રશસ્તિની પૂજા ધરીશ.
અમૃતના અભિષેકમાં અંતરને આનંદમય કરવાને બદલે તમે મારા પર વિષની વિકરાળ વર્ષા વરસાવશો તથા પ્રકાશ પુંજમાં પ્રવેશાવવાને બદલે અંધકારનાં આવરણથી અધિકાધિક આવૃત્ત કરશો તો પણ, હું તો સદાને સારુ અમૃતના અનેરા અભિષેક સાથે તમારા અંતરને આનંદમય કરવા તથા તમારા જીવનને જ્યોતિર્મય બનાવવા તૈયાર રહીશ તથા તમને મળતાં મારું જીવન દઈશ.
- શ્રી યોગેશ્વરજી
* * *
स्वागत के सुवासित सुमन के साथ, सुधामय वचन बोलकर, मेरा स्वागत नहीं करोगे, मुझे अपने अनुराग का अलौकिक असाधारण अर्घ्य नहीं दोगे तो भी, मैं तो सदा के लिये स्नेह के सुमन के साथ, अनुराग का अमृतमय अर्घ्य लेकर, तुम्हारे स्वागत के लिये तैयार रहूँगा; तुम्हारे मिलते ही अपना अनमोल जीवनधन अर्पित कर दूँगा ।
संध्या की अरुणिमा के सदृश सुमधुर, सुंदर स्मित के साथ, प्रशंसा के परिमल को प्रसरित करके मेरे लिये स्वर्गसुख से भी सुखद सुख की सृष्टि नहीं करोगे, और मुझे अपना मानकर मधुमय, सुखदायक आलिंगन का आनंद अर्पित कर संताप को शांत नहीं करोगे तो भी, मैं तो सदा के लिये संताप को शांति प्रदान करनेवाले स्मित और आलिंगन के आनंद-वर्षण की अपेक्षा के साथ, तुम्हारे लिये स्वर्गसुख से भी सुखमय सृष्टि का सर्जन करने के लिये तत्पर रहूँगा; तुम्हारे मिलते ही शाश्वत काल के लिये तुम्हारा बन जाउँगा ।
मेरे जीवन की रक्षा कर, मेरे सर्वस्व को सुस्वादित बनाकर सभी ओर से मेरी संजीवनी बूटी नहीं बनोगे, और अपने हिय की हूक अथवा प्रत्येक अंग की उष्मा अर्पित करके, मेरे प्रेमप्रतीक-जैसे प्राण को अपने प्राण के साथ नहीं बुन लोगे तो भी, मैं तो सदा के लिये तुम्हारे हिय की हूक और अंग-अंग की उष्मा बनने को तैयार रहूँगा; तुम्हारे मिलते ही जीवन का आनंद प्राप्त करूँगा ।
प्रशंसा के पुष्पों से पंथ को पवित्र करने के बजाय मुझ पर पदप्रहार करोगे, और अश्रु का अंत लाकर, निराशा को नष्ट करने के बदले, अश्रुओं की माला और निराशा-पीड़ा का प्रसाद दोगे तो भी, मैं तो सदा के लिये तुम्हारी प्रतीक्षा के पावन पथ पर परिमल से परिप्लावित पुष्पों को बिछाता रहूँगा; तुम्हारे मिलते ही मेरी प्रशस्ति की पूजा अर्पित करता रहूँगा ।
अमृत के अभिषेक से अतंर को आनंदमय करने की जगह, मुझ पर विष की विकराल वर्षा बरसाओगे, तथा प्रकाशपुंज में प्रविष्ट कराने के बदले अंधकार के आवरण से अधिकाधिक आवृत करोगे तो भी, मैं तो सदा के लिये, अमृत के अनोखे अभिषेक के साथ, तुम्हारे अंतर को आनंदमय करने, तुम्हारे जीवन को ज्योति अर्पित करने को तैयार रहूँगा; तुम्हारे मिलते ही अपना जीवनधन अर्पण करूँगा ।