if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સમસ્ત સૃષ્ટિની શાંતિ, સમૃદ્ધિ ને સુખાકારી સારુ એક મહાયજ્ઞનું મંડાણ થયું છે, એવા સમાચાર સાંભળીને હું તેના દર્શને ગયો. યાજ્ઞિકો એકબાજુ અનેકની સંખ્યામાં આહુતિ આપતા હતા; જપી જપ કરતા હતા; પાઠ કરનારા પંડિત પાઠનું પારાયણ કરતા હતા; યજમાન યશસ્વી મુખમુદ્રાથી એ બધું નિહાળતા હતા; ને દર્શનાર્થી એ દિવ્ય દર્શનથી પોતાને મહાભાગ માનતા હતા. રાજધાનીના નગરમાં એ મહાયજ્ઞનું મંડાણ થયું હતું.

બીજાની જેમ મેં પણ એ મહાયજ્ઞનું નિરીક્ષણ કર્યું. એ મહાયજ્ઞનો મંડપ મહામૂલો, મધુમય ને મંગલ હતો. એ મંડપની એક તરફ એકાંતમાં કોઈક કવિ હતો. એના અજબ જેવા આકર્ષણને લઇ હું એની પાસે પહોંચ્યો. પરંતુ એ કવિતા કરવામાં મશગુલ હતો. કવિતા પૂરી કરીને એણે મારા તરફ તાકીને જોયું તો મારા હૃદયમાં રસનું રમણીય રેખાચિત્ર ખડું થયું. કવિતાના ભાવને સમજવાની મારી જિજ્ઞાસાના જવાબમાં, એણે કવિતાનો કાગળ જ મારા હાથમાં મૂકી દીધો. તેમાં લખ્યું હતું :

સૃષ્ટિની સમુદ્ધિ, સુખાકારી ને શાંતિ સારુ સઘળા માનવોના મહાયજ્ઞનું મંડાણ થાય તો કેટલું સારું ? એ યજ્ઞનું મંડાણ મનની મધુમયી મહીમાં કે હૃદયરૂપી રાજધાનીમાં થયું હશે. વિવેક્યુક્ત વહાલની વિશાળ વેદી થશે. કર્મની અનંત આહુતિ, અનેકાનેકના અમંગલનો અંત આણવા અર્પણ થશે. એ વેદીમાં કોઈ સાધારણ ઘૃત, તલ કે જવ નહિ હોમાય, પરંતુ ગૌરવનું ઘૃત, તપ તથા તિતિક્ષાના તલ, ને જીવનને જલાવનારા ઝેરનો હોમ કરવામાં આવશે.

પરમાત્માની પ્રસન્નતા તથા બીજાના મંગલ માટેના જપ થશે, ને પારકાની પીડા દૂર કરવાની ને સૌને સમુન્નત ને સુખી કરવાની પ્રવૃત્તિનું પારાયણ. એની સુવાસ સૃષ્ટિમાં સઘળે છવાઈ જશે, ને દુનિયા દેવની દયાથી દૈવી બનશે. સાંસારિક શાંતિના એ મહાયજ્ઞમાં યજમાન રૂપે કાયમી કામ કરવા સૌને મારું આદરપૂર્વક આમંત્રણ છે - સંસારના સઘળા દેશોને !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

समस्त सृष्टि की शांति, समृद्धि और सुख-प्राप्ति के लिये एक महायज्ञ का आरंभ हुआ है, ऐसे समाचार सुनकर मैं उसके दर्शन के लिये गया । एक ओर अनेक की संख्या में याज्ञिक आहुति दे रहे थे; जापक जप कर रहे थे; पाठ करनेवाले पंडित पाठ के पारायण में लगे थे; यजमान यशस्वी मुखमुद्रा से सब कुछ देख रहे थे । दर्शनार्थी उस दिव्य दर्शन से अपने को महाभाग मानते थे । राजनगर में महायज्ञ का आरंभ हुआ था ।

मैंने भी उस महायज्ञ का निरीक्षण किया । महायज्ञ का मंडप महामूल्यवान, मधुमय और मंगल था । मंडप के एक तरफ एकांत में कोई कवि विराजित था । उसके असाधारण आकर्षण से आकर्षित होकर मैं उसके पास पहुँचा किन्तु वह काव्य-रचना में तल्लीन था । कविता पूरी करके उसने मेरी ओर देखा तो मेरे हृदय में रस का एक रमणीय रेखाचित्र उत्पन्न हो गया । कविता के संदर्भ को समझने की मेरी जिज्ञासा के जवाब में, उसने कविता का कागज़ मेरे हाथ में रख दिया । उसमें लिखा था –

सृष्टि की समृद्धि, सुखमयता और शान्ति के लिये समस्त मानवों के महायज्ञ का आरंभ हो तो कितना अच्छा ? यज्ञ का वह आरंभ मन की मधुमयी मही में अथवा हृदयरूपी राजधानी में होगा । विवेकयुक्त वात्सल्य की उसमें विशाल वेदी बनेगी । अनेकविध अमंगल के अंत के लिये सत्कर्मों की अनंत आहुति अर्पित होगी । वेदी में कोई साधारण घृत, तिल या जौ नहीं होमें जायेंगे, किन्तु गौरव का घृत, तप तथा तितिक्षा के तिल, और जीवन को जलानेवाले जहर का होम किया जायेगा ।

परमात्मा की प्रसन्नता, अन्य के अभ्युत्थान के जप होंगे, और पर-पीड़ा मिटाने की, सबको समुन्नत तथा सुखी बनाने की प्रवृत्ति का पारायण होगा । उसकी सुवास सृष्टि में सर्वत्र फैल जायेगी; दुनिया देव की दया से दैवी बनेगी । सांसारिक शांति के उस महायज्ञ में यजमान के रूप में तथा याज्ञिक के वेश में सदा काम करने के लिये सबको मेरा आदरपूर्वक आमंत्रण है – संसार के समस्त देशों को !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.