if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મહાનદમાં મોતી મોડાં મળે છે, સાધક ! એ તો અંતરના અંતરતમમાં અવગાહન કરવાથી ને પાર વિનાના પરિશ્રમ પછી મળે છે. એના તટ પ્રદેશ પર બેસી રહેવાથી એની અલૌકિકતાનો આભાસેય નથી મળતો.

પૃથ્વીમાંથી પુષ્પો પાછળથી પ્રકટે છે, સાધક ! એના પેટાળમાં સલિલસીંચન કરવાની ને બીની બરાબર રક્ષા કરવાથી, પાર વિનાની પ્રતીક્ષા પછી પ્રકટે છે. એના પટ પર પલાંઠી મારવાથી એની સૌરભનો સ્વાદ નથી સાંપડતો.

વૃષ્ટિનાં વાદળને વરસતાં વાર લાગે છે, સાધક ! વારિને વરાળ થવા માટે તીખા તાપે તપવું પડે છે, ને માતૃભૂમિ જેવી મહીનો મોહ મૂકીને, વિશાળ વ્યોમમાં વિહરવું રહે છે. એ પછી જ વૃષ્ટિના વર્ષણનો લાભ મળે છે. તાપે તપવાની ના પાડવાથી તેમજ મોહમાંથી મુક્તિ મેળવવાની આનાકાની કરવાથી વારિને વૃષ્ટિનું વાદળ થવાનો અવસર નથી આવી શકતો.

પૃથ્વીને પ્રકાશ પ્રદાન કરનાર, પંખીને પ્રસન્નતા ધરનાર, ને જીવમાત્રનું જીવન બનનાર, સૂર્યનો સાક્ષાત્કાર સહેજ વારમાં નથી થઈ જતો, સાધક ! આકાશ એને માટે આખી રાત અનુરાગપૂર્ણ આરાધનામાં અંતરને ઓતપ્રોત કરે છે; તારકના અશ્રુની અંજલિ ધરે છે; ચંદ્રના ચારુ સ્વરૂપમાં પોતાના પ્રાણની પૂજાનું સમર્પણ કરે છે. અને આજુબાજુના અંધકારમાં આશાનો અંત આણ્યા વિના, પ્રખર પ્રેમથી પ્રેરાઈને, પૂજા તથા પ્રતીક્ષા કરે છે; ઉષાના ઉન્માદનીયે ઉપેક્ષા કરીને પોતાના પ્રાણના પડછંદા પાડ્યા જ કરે છે. ત્યારે એની સાધના સફળ થાય છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

महानद में मोती देरी से मिलते हैं साधक ! उसके अंतर के अंतरतम में अवगाहन करने पर, प्रखर परिश्रम के बाद मिलते हैं । उसके तटप्रदेश पर बैठे रहने से तो उसकी अलौकिकता का आभास भी नहीं मिलता ।

पृथ्वी में से पुष्प बाद में प्रकट होते हैं, साधक ! उसके उदर में सलिल-सिंचन करने से, बीज की सुचारु सुरक्षा से, प्रखर प्रतीक्षा के बाद प्रकट होते हैं । उसके पट पर बैठे रहने से तो उसकी सौरभ का भी स्वाद नहीं मिलता ।

वृष्टि के बादल को समय लगता है, साधक ! वारि को बादल बनने के लिये तीक्ष्ण ताप से तपना पड़ता है; मातृभूमि-जैसी मही का मोह छोड़कर, विशाल व्योम में विहरना पड़ता है । उसके बाद ही वृष्टि-वर्षण का लाभ मिलता है । ताप से तपने का इन्कार करने से, मोह में से मुक्ति पाने की आनाकानी करने से, वारि को वृष्टि का बादल बनने का अवसर ही नहीं मिल सकता ।

पृथ्वी के प्रकाशप्रदायक, पक्षी-कुल के प्रसन्नतादायक और जीवमात्र के जीवनपालक सूर्य का साक्षात्कार सहज में नहीं हो जाता, साधक ! आकाश उसके लिये रात्रिभर अनुरागपूर्ण आराधना में अंतर को ओतप्रोत करता है; तारकसमूह अश्रु की अंजलि अर्पित करता है । चंद्र चारु स्वरूप में अपने प्राणों की पूजा का समर्पण करता है और आसपास के अंधकार में आशा को अक्षय रखकर, प्रखर प्रेम से परिप्लावित होकर, पूजा तथा प्रतीक्षा करता है । उषा के उन्माद की भी उपेक्षा करके अपने प्राणों की प्रतिध्वनि सुनाता रहता है । उसकी साधना तभी सफल बनती है ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.