if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પૂર્ણતાના પંથનો પ્રવાસ તો એકલે હાથે જ કરવો પડે છે, પ્રવાસી ! પૂર્ણતાના પંથનો પ્રવાસ તો એકલે હાથે જ કરવો પડે છે !

પુષ્પોની પંક્તિ પરથી પસાર થવાનું સૌભાગ્ય શરૂઆતમાં નથી સાંપડતું. એ પથ પર તો પાર વિનાના પત્થર કે કંટક છે, અગ્નિના અનેકાનેક અંગાર છે. સુમનની સ્વર્ગીય સુખ સેજ પર સુવાનું સૌભાગ્ય એમાં આરંભમાં નથી મળતું. એમાં તો ઉજાગરા, ઉદ્વેગ ને ઉદાસીનતા છે.

પીયૂષના પાનની પ્રસાદીથી પ્રાણને પ્રસન્નતા પૂરી પાડવાના મનોરથ મારી નાખવા પડે છે, ને પ્રારંભમાં તે ગરલના ઘૂંટડા જ ગળવા રહે છે. સત્કારના સ્વર ત્યાં સાંભળવા નથી મળતા, અને અભિનંદન આપનારા આરાધકોની પણ અછત છે. ત્યાં તો છે અપમાન, અવહેલના, આપત્તિ, અસફળતા અને આક્રંદ. એમાં અમીના આસ્વાદનો આનંદ અનુભવી શકે એને જ માટે એનો આનંદ છે.

સાથીદારોની શુભેચ્છાને છોડી દઈને, નિર્ભય ને લાપરવા થઈને, પ્રાણના પ્રકાશથી પ્રેરિત બનીને પગલાં ભરે છે, તે જ પ્રવાસને પૂરો કરે છે, વિજય વરે છે, અને આખરે એને ઐશ્વર્ય આવી મળે છે. એ યશસ્વી ને બડભાગી બને છે. પરંતુ પ્રારંભમાં તો હિંમત, ધીરજ ને લગનને વરવી પડે છે, ને પ્રવાસની જ ધૂનથી રગેરગને રંગવી રહે છે. પ્રવાસની પૂર્ણાહુતિ પછી સ્નેહી, સાથી તથા સ્વજનની અછત નથી રહેતી. પરંતુ પહેલાં તો કમર કસવી પડે છે, અને એકલે હાથે જ વનમાં વધવું રહે છે.

મમતાના મધપુડામાંથી મનને વાળી ને બીજા મનોરથને મહત્વના ના માની, જે પગલાં ભરે છે, પ્રવાસની પરિપૂર્ણતા માટે બનતું બધું જ કુરબાન કરે છે, તેને મમતા મળે છે, તેના મનોરથ ફળે છે, ને પૂર્ણતાની પરી તેને કાજે તેનું સર્વ કાંઈ કુરબાન કરે છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

पूर्णता के पंथ का प्रवास अकेले ही करना पड़ता है, प्रवासी ! पूर्णता के पंथ का प्रवास अकेले ही करना पड़ता है ।

पुष्पों की पंक्ति पर से निकलने का सौभाग्य प्रारंभ में प्राप्त नहीं होता; उस पथ पर तो पारावार, पत्थर अथवा कंटक है, अग्नि के अनेकानेक असाधारण अंगार हैं । सुमन की स्वर्गीय सुख-सेज पर सोने का सौभाग्य आरंभ में नहीं मिलता । उसमें तो जागरण, उद्वेग और उदासीनता है ।

पीयूष के पान की प्रसादी से प्राण को प्रसन्नता पहुँचाने के मनोरथों को मार डालना पड़ता है; प्रारंभ में तो गरल के घूँट ही निगलने पड़ते हैं । सत्कार के स्वर सुनने को नहीं मिलते, और अभिनंदन अर्पण करनेवाले आराधकों का भी अभाव होता है । वहाँ तो है अपमान, अवहेलना, आपत्ति, असफलता और आक्रंदन । उनमें अमृत के आस्वाद के आनंद का अनुभव करनेवाले के लिये ही उनका आनंद है ।

जो सहयोगियों की शुभेच्छा को छोड़कर, निर्भय और लापरवाह होकर, प्राणों के प्रकाश से प्रेरित बनकर, प्रस्थान करते हैं, वही प्रवास की पूर्णाहुति करते और विजय को वरण करते हैं । ऐश्वर्य अंत में उन्हीं को मिलता है । वे यशस्वी और बड़भागी बनते हैं । परंतु प्रारंभ में तो हिम्मत, धीरज और लगन को लगाना पड़ता है; प्रवास की धुन से रग-रग को रंगना पड़ता है ।

प्रवास की पूर्णाहुति के बाद स्नेही, साथी, स्वजनों की कमी नहीं रहती; किन्तु पहले तो कमर कसनी पड़ती है, और अकेले ही वन में विहरना पड़ता है । ममता के मधु-छत्ते से मन को निवृत्त करके, दूसरे मनोरथों को महत्वहीन मानकर, जो चल पड़ते हैं, प्रवास की परिपूर्णता के लिये सब कुछ कुरबान करते हैं, उन्हें सफलता मिलती है, उनके मनोरथ पूर्ण होते हैं, पूर्णता की परी उनके लिये अपना सर्वस्व कुरबान करती है और वे उसे वरण करते हैं ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.