if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપત્તિ આવે, અપમાન થાય, આશાના અનેકાનેક કિલ્લા નિષ્ફળ જાય, અને આના કરતાં તો મરણને ભેટવું ભલું આવી આતુર અવસ્થા થાય, ત્યારે જરા શાંતિ રાખજે, તારા અંતરના અંતરમમાં ઝળહળતી પેલી જ્વલંત જ્યોતિ તરફ નજર નાખજે, તથા તેની પાસે પ્રકાશ, પ્રેમ ને પ્રસન્નતાની ભિક્ષા માગજે. તારી માગણી મિથ્યા નહિ થાય, નિષ્ફળ નહિ જાય.

સ્વજનો છોડી દે, દિલ દેનાર દગો દે, પ્રશંશકો પ્રેમને બદલે પારુષ્ય વચનનો પથ્થર પ્રહાર કરે, ને ફૂલની મનહર માળા ધરનાર ભારે કઠોર થઈને, ગાળો તથા નિદાનું દાન દે, ત્યારે જરા ધીરજને ધારણ કરજે, તારા મનના મંદિરની મંગલ મૂર્તિનું ધ્યાન ધરજે, તથા તેની પાસે શાંતિ ને સહનશક્તિની માગણી કરજે. તારી માગણી મિથ્યા નહિ થાય, નિષ્ફળ નહિ જાય.

લોકો તારી વાતને સમજી નહિ શકે, તારા અંતરની અવસ્થાને, અરે, એના અલ્પ જેટલા આભાસને પણ સમજી નહિ શકે, ને તારે માથે આરોપ મૂકશે, કલંક લગાડશે, તથા તને બદનામ કે કલંકિત કરવાની એકે પળ નહિ ચૂકે. તારી વાતોને શેખચલ્લીની વાતોમાં ખપાવશે, ને તને બને એટલો અપયશ અપાવશે. ત્યારે જરા શાંતિ રાખજે, પ્રેમપૂર્વક પ્રતિક્ષા કરજે, તારા પ્રાણની પણ પાસે રહેતા પેલા પ્રેમસિંધુને પ્રાર્થના કરજે, તથા તેમની પાસે એ લોકોના અંતરને અજવાળવાની અભિલાષા સાથે પહોંચી જજે. તારી અભિલાષા અર્થ વિનાની નહિ થાય, એકાએક આવી મળતા અમીવર્ષણથી અલંકૃત થયા વિનાની નહિ જાય.

જીવનનો રસ જ્યારે સૂકાઈ જાય, સુખનાં સઘળાં સ્ત્રોત સૂકાઈ જાય, ચારે તરફ ચિંતારૂપી ચપલા ચમકે, દુઃખની દામિની દમકે, અને અંધારનાં અનંત આવરણ આજુબાજુ વીંટળાઈ વળે; મૂઝવણ મટે નહિ, સંતાપ શમે નહિ, તથા સ્વતંત્રતા ને સુખશાંતિના સામ્રાજ્યમાં શ્વાસ લેવાનો કોઈયે ઉપાઈ જડે નહિ; ત્યારે પણ આંખમાં અશ્રુ આણી, હડપચી પર હાથ દઈ, વિષાદમગ્ન બનીને બેસી ના રહેતો. તારા અંતરના અંતરતમમાં આસીન એવા એ રસેશ્વર, સુખશાંતિના સ્રમાટ પાસે પહોંચી જજે, ને એના શ્રીચરણે તારું શક્યાતિશક્ય સમર્પીને તેનો થજે. તારું સમર્પણ સાર વિનાનું નહિ થાય, નાકામિયાબ નહિ થાય, નિષ્ફળ નહિ જાય.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

आपत्ति आयें, अपमान हो, आशा के अनेकानेक किले टूट जायँ, और ‘इससे तो मरण अच्छा’ – ऐसी पीडाजनक अवस्था हो; तब थोडी शान्ति रखना, तेरे अंतर के अंतरतम में जलनेवाली ज्वलंत ज्योति की तरह दृष्टिपात करना, और उससे प्रकाश, प्रेम तथा प्रसन्नता की भिक्षा माँगना । तेरी माँग मिथ्या नहीं होगी, निष्फल नहीं जायेगी ।

स्वजन छोड़ दें, दिलदार धोखा दे दें, प्रशंसक प्रेम के बदले कठोर-वचन का पत्थर प्रहार करें, और पुष्पों की मनोहर माला देनेवाले अति कठोर बनकर, गाली तथा निंदा का दान दें; तब थोड़ी धीरज धारण करना, तेरे मनमंदिर की मंगलमूर्ति का ध्यान धरना, और उससे शांति और सहनशक्ति की कामना करना । तेरी कामना निरर्थक नहीं होगी, निष्फल नहीं बनेगी ।

लोग तेरी बात को समझ न सकें, तेरे अंतर की अवस्था को, अरे ! उसके अल्प आभास को भी समझ न सकें, तुझ पर दोषारोपण करें और तुझे बदनाम अथवा कलंकित करने का अवसर न चूकें; तेरी बातों को शेखचल्ली की बातों में खपाकर तुझे अपयश प्रदान करें; उस समय थोड़ी शांति रखना, प्रेमपूर्वक प्रतीक्षा करना, प्राण के भी पास रहनेवाले प्रेमसिंधु की प्रार्थना करना, और उनसे उन लोगों के अंतरों को आलोकित करने की अभिलाषा के साथ पहुँच जाना । तेरी अभिलाषा निरर्थक नहीं होगी; आकस्मिक रूप से होनेवाले अमीवर्षण से अलंकृत हुए बिना नहीं रहेगी ।

जीवन का रस जब सूख जाय, सुख के समस्त स्त्रोत सूख जायँ, चारों ओर चिंतारूपी चपला चमकने लगे, दुःख की दामिनी दमके, और अंधकार के अनंत आवरण आसपास आवृत हों; बेचैनी मिटे नहीं, संताप शमित न हो तथा स्वतंत्रता और सुखशांति के साम्राज्य में श्वास लेने का कोई भी उपाय मिले नहीं; उन समय भी आँख में अश्रु के साथ चिबुक पर हाथ देकर, विषादमग्न बनकर नहीं बैठना । तेरे अंतर के अंतरतम में आसीन उस रसेश्वर, सुखशांति के सम्राट के पास पहुँच जाना; उसके श्रीचरणों में तेरा शक्यातिशक्य सर्वसमर्पण करके उन्हीं का बन जाना । तेरा समर्पण बेकार नहीं होगा, नाकामयाब नहीं बनेगा, निष्फल नहीं जायेगा ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.