if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કવિઓએ કામના કારમા કોપની અસર નીચે આવીને, અંગનું વધારે પડતું વર્ણન કર્યું છે, એવું એક કવિ કહી ગયા છે. મુખમંડળને મહીની મટકી અથવા સુધાકર સાથે સરખાવ્યું છે, આંખને અમૃતના આગાર અથવા અર્ણવ અથવા અંબુજ સાથે, કેશ કલાપને સર્પિણી સાથે, હાથની લાલીને ઉષા સંધ્યાની રક્તિમા સાથે, વહાલનાં વચનને વાંસળી સાથે, કુસુમકબરીની કમનીયતાને ઈન્દ્રધનુ સાથે, સ્પર્શની શીતળતાને ચંદન સાથે, દૃષ્ટિને અનંગના આમંત્રણ સાથે, તથા સ્તન મંડળને કનકના કળશ સાથે : એવી રીતે ઉપમા આપીને વર્ણવવામાં એમણે અતિશયોક્તિ કરી છે, એવું એ કહી ગયા છે.

પરંતુ, પ્રેમના પાવન પ્રકાશને પારખવામાં પાછા પડવાથી જ, એ એવું કહી ગયા છે. પ્રેમીની નજરે એમણે જોયું હોત, તો એ સ્તનમંડળને માંસની ગ્રંથિ ના કહેત, મુખને મધુરતાનો મધુપુડો માનવાને બદલે, લાળથી ભરેલું ઘર ના કહેત; ને જેને કવિજને માનની નજરે નિહાળ્યું છે તેને, નિંદનીય ને નીરસ પણ ના લેખત. વૈરાગ્યની વરાળમાં વાસ્તવિકતાને વિસારીને, એવાં અયોગ્ય વચન એ ઉચ્ચારી શક્યા છે.

પ્રજ્ઞાના પરમપૂત પ્રકાશે પારખ્યું હોત, તો એ સમજી શકત, કે જેને ગંદકીનું ઘર ને વિનાશશીલ કર્મનું ફળ કહેવામાં આવે છે એ અંગની પાછળ, પરમ પવિત્ર અને અવિનાશી આત્માનું અજવાળું છે, એની આરપાર, એના અંગેઅંગમાં ને રોમેરોમમાં, એ રસ સમ્રાટનો રસ છે. ને જાણ્યે કે અજાણ્યે પણ, એની વધારે અથવા અલ્પ અનુભૂતિ થવાથી જ, કવિજન એવું કહી ગયા છે. પ્રેમના પરમ પાવન પ્રદેશમાં પ્રતિષ્ઠિત થવાથી, એ એવું અનુભવી અથવા સમજી શકત.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

कवियों ने काम के कठोर कोप के प्रभाव में आकर, अंगो का अतिशयोक्तियुक्त वर्णन किया है, एक कवि का ऐसा कहना है । मुखमंडल की तुलना मही की मटकी अथवा सुधाकर के साथ की है; आँख को अमृत के आगार या अर्णव अथवा अंबुज के साथ, केशकलाप को सर्पिणी के साथ, हाथ की लाली को उषा-संध्या की अरुणिमा के साथ, प्यार के वचनों को बंसी के साथ, कुसमकबरी की कमनीयता को इन्द्रधनु के साथ, स्पर्श की शीतलता को चंदन के साथ, दृष्टि को अनंग के आमंत्रण के साथ और स्तनमंडल को स्वर्ण कलश के साथ – इस प्रकार उपमा देकर वर्णन करने में उन्होंने अतिशयोक्ति की है; उनका ऐसा कहना है ।

परंतु प्रेम के पावन प्रकाश को परखने में पीछे रह जाने से ही वे इस प्रकार कहते हैं । प्रेमी की दृष्टि से देखा होता, तो वे मुख को मधुरता का मधु-छत्ता मानने के बदले लार से भरा हुआ घर नहीं बताते; और कविजन ने जिसको मान की दृष्टि से देखा तथा सरस माना है, उसे निंदनीय और नीरस भी नहीं मानते ।

वैराग्य के उफान में वास्तविकता को विस्मृतकर, उन्होंने ऐसे अयोग्य वचनों का उच्चारण किया है । प्रज्ञा के परमपवित्र प्रकाश से परखा होता तो उनकी समझ में आता कि जिसे गंदकी का घर अथवा विनाशशील कर्म का फल कहने में आता है, उस अंग के पीछे परमपवित्र अविनाशी आत्मा का आलोक है; उसके आरपार, उसके अंग-अंग और रोम-रोम में उस रससम्राट का रास है; और ज्ञात अथवा अज्ञात रूप से, उसकी अधिक अथवा अल्प अनुभूति होने पर ही, कविजन ऐसा कह गये हैं । प्रेम के परमपावन प्रदेश में प्रतिष्ठित होने पर वे इस प्रकार अनुभव करते या समझ सकते ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.