if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રેમ શું છે ?

કોઈ કહે છે, પૃથ્વીનું પીયુષ, પ્રાણને પીયૂષથી પરિપ્લાવિત કરીને, પરમાનંદનું પ્રદાન કરનાર, પૃથ્વીનું પીયૂષ છે.

કોઈ કહે છે, જીવનની જ્યોત. અંધકારનો અંત આણીને, અંતરને અલૌકિક અજવાળે અવનવું કરનાર, અને એને ઉત્તમમાં ઉત્તમ પથપ્રદર્શન કરનાર, જીવનની એ ઝળહળતી જ્યોતિ છે.

કોઈ કહે છે, એ તો એક આર્શીવાદ છે. એના વિના આ અવની એના પરના જટિલ જીવન સાથે, કેટલી બધી અશાંતિમય અથવા અભિશાપરૂપ બની જાત એની કલ્પના તો કરો. એ તો એક અનેરો, અસાધારણ, અમુલખ આર્શીવાદ છે.

કોઈ કહે છે, એ તો એક જ્વાળા છે. જડને તે જલાવી દે છે, વિરહની વ્યથાથી બાળે છે, ને નિર્બળને દૂરથી જ ડારે છે. મહીં પડેલા પણ ન જાણે કેટલે લાંબે વખતે એનો મહારસ માણે છે. એ તો એક ઝેરથી ભરેલી જ્વાળા છે.

કોઈ એને લપ કહે છે, ગાંડપણ ગણે છે, તો કોઈ એના અનુભવને નબળા મનની નિશાનીરૂપ ગણે છે. કોઈ એનાથી સાવધ રહેવાનું શીખવે છે, તો કોઈ એને સ્વર્ગસુખની સનાતન સેજ કહે છે.

બીજાને મન એ ગમે તેમ હોય, મને તો એમ લાગે છે કે જ્યાં બે હેતાળ હૈયા ભેગાં મળે છે ત્યાં જીવન સાર્થક ઠરે છે. બે અનુરાગ આંજેલી, અમીભરી આંખ એક થાય છે, ત્યાં ગંગા ને જમનાનો સંગમ સાકાર બને છે, ને દેવો દુંદુભી વગાડી ઉત્સવ કરે છે. રોમેરોમ રાગે રંગાય છે, ત્યાં રસના ફુવારા ઊડે છે; અને અંગાંગ એક્તાના આનંદાર્ણવમાં અવગાહન કરે છે. ત્યારે પ્રભુતા પ્રત્યક્ષ થાય છે, ને માનવતા મટી જાય છે. આંખમાંથી એ આલાપે છે, વાણીમાં વહ્યાં કરે છે, સ્પર્શમાંથી સુધા ધરે છે, સ્મૃતિ દ્વારા પણ સુખદ ઠરે છે; ને એમ સમસ્ત જીવનમાં, એના પ્રત્યેક પાસામાં, જાદુ ભરે છે

લોકો મને પૂછે છે, પ્રેમ શું છે ?

હું એમને એટલે જ, સામે પૂછું છું, પ્રેમ શું નથી ? પીયૂષ, પ્રેરણા, પ્રકાશ, પથપ્રદર્શક, પ્રસન્નતાનો પારાવાર, પૂર્ણતાનું પરમ દ્વાર, પવિત્રતાની પગદંડી તથા પ્રત્યક્ષ પરમાત્મા - એમાંથી શું નથી ? કહી શકશો. કહેશો, કે પ્રેમ શું નથી ?

- શ્રી યોગેશ્વરજી

*  *  *

प्रेम क्या है ?

कोई कहता है, पृथ्वी का पीयूष । प्राण को पीयूष से परिप्लावित करके, परमानंद प्रदान करनेवाला पृथ्वी का पीयूष है । कोई कहता है, जीवन की ज्योति । अंधकार का अंत लाकर, अंतर को अलौकिक आलोक से सुदीप्त करनेवाली और उसे उत्तमोत्तम पथ-प्रदर्शन करनेवाली, जीवन की जाज्वल्यमान ज्योति है।

कोई कहता है, वह तो एक आशीर्वाद है । उसके बिना यह नितांत जटिल जीवन की दात्री अवनि कितनी अशांतिमय अथवा अभिशापरूप बन जाती, इसकी कल्पना तो कर लो । वह तो एक अनोखा, असाधारण, अमोलक आशीर्वाद है ।

कोई कहता है, वह तो एक ज्वाला है । वह जड़ को जला देती है, विरह की व्यथा से व्यथित करती और दुर्बल को दूर से ही डरा देती है । उसके अंदर पड़े हुए भी, न जाने कितने लंबे काल के बाद उसके महारस का रसास्वाद पाते हैं । वह तो एक जहर से भरी ज्वाला है ।

कोई उसे उपाधि कहता है, पागलपन मानता है, तो कोई उनके अनुभव को निर्बल मन की निशानीरूप समझता है । कोई उससे सावधान रहना सिखाता है, तो कोई उसे स्वर्ग-सुख की सनातन सेज कहता है ।

दूसरे के मन में कुछ भी हो, मुझे तो लगता है कि जहाँ दो रागमय हृदय एक होते हैं, वहाँ जीवन सार्थक होता है । दो अनुराग से आप्लावित, अमीमयी आँखें एक होती है, वहाँ गंगा-जमुना का संगम साकार बनता है और देवता दुन्दुभी बजाकर उत्सव करते हैं । रोम-रोम राग से रंग जाता हे, वहाँ रस के फुहारे फूटते हैं और अंग-अंग एकता के आनंदार्णव में अवगाहन करता है, वहाँ प्रभुता प्रत्यक्ष होती है, मानवता मिट जाती है । आँख से वह आलाप करता है, वाणी में वहन करता है, स्पर्श में सुधा भरता है, स्मृति द्वारा भी सुखद ठहरता है; और इस प्रकार समस्त जीवन में, उसके प्रत्येक स्तर में जादू भर देता है ।

लोग मुझसे पूछते हैं – ‘प्रेम क्या है ?’

मैं उनको इसीलिये बदले में पूछता हूँ – ‘प्रेम क्या नहीं है ? पीयूष, प्रेरणा, प्रकाश, पथप्रदर्शक, प्रसन्नता का पारावार, पूर्णता का परमद्वार, पवित्रता की पगदंडी और प्रत्यक्ष परमात्मा, उसमें से क्या नहीं है ? कह सकोगे, कहोगे, कि प्रेम क्या नहीं हे ?’

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.