if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા હૃદયમાં, રોમેરોમમાં, રસના પુર, ને રક્તવાહિનીના રણકાર કે રક્તસંચારમાં, એક તમારો જ રસાળ રાસ રમાઈ રહ્યો છે.

પ્રાણમાં પણ તમારા જ પ્રેમનો પીયૂષ પારાવાર પ્રકટી ઊઠ્યો છે. શ્વાસોશ્વાસમાં તમારા સુધાસભર સ્નેહનું સ્પંદન, ને કાળજામાં કરોડો કામદેવનું ક્રંદન, તમને આમંત્રણ આપતાં થઈ રહ્યું છે.

આંખની અંદર તમારા જ આલાપ ચાલે છે, તથા પાંપણ પર તમારો જ પ્રસન્ન પલકાર, સમસ્ત શરીરમાં એકમાત્ર તમારી જ સનાતન, સુખમય સ્નેહસિતારી છૂટી રહી છે.

વાણીમાં તમારું વીણાવાદન અને અણુએ અણુના અસ્તિત્વમાં એકમાત્ર તમારું જ અનુરાગપૂર્ણ આરાધન થઈ રહ્યું છે. કર્ણ તમારા શ્રવણમંગલ સંગીતને સાંભળીને ધરાતા નથી ને ચરણ વિશ્વમાં વ્યાપેલા તમારા વિશ્વવિમોહન, ચારુ, સર્વોત્તમ સ્વરૂપની પરિકમ્મા કરતા કંટાળતા નથી.

એવો અલૌકિક અથવા અવર્ણનીય છે આપણો અનુરાગ. જીવનના પ્રત્યેક પાસા પર તે પ્રસરી ચૂક્યો છે; તે નમ્રતાપૂર્વક છતાં નેહના નશામાં કહેવા દો, કે મેં એને લૂંટાય એટલો લૂંટ્યો છે. છતાંય ન તો એ ખૂટ્યો છે, ન તો એના અનવરત આસ્વાદનો મારો ચસકો છૂટ્યો છે !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

मेरे हृदय में, रोम-रोम में, रसनाके उपर, और रक्तवाहिनी के रणकार अथवा रक्तसंचार में, एक आपका ही रसमय रास हो रहा है । प्राण में भी आपके ही प्रेम का पीयूषपारावार प्रकट होकर लहरा उठा है । श्वासोश्वास में आपके सुधाभरपूर स्नेह का स्पंदन, और कलेजे में करोड़ो कामदेवता का क्रंदन, आपको आमंत्रित करता रहता है ।

आँख के अंदर आपके ही आलाप चलते हैं, और पलकों पर आपका ही प्रसन्न पलकार । समस्त शरीर में एकमात्र आपकी ही सनातन, सुखमय, स्नेह-सितार बज रही है । वाणी में आपका वीणावादन और अणु-अणु के अस्तित्व में एकमात्र आपका ही अनुरागपूर्ण आराधन हो रहा है । कान आपके श्रवण-मंगल संगीत को सुनकर संतुष्ट नहीं होते, और चरण आपके विश्वव्यापक, विश्वमोहन, चारु, सर्वोत्तम स्वरूप की परिक्रमा करते नहीं थकते ।

ऐसा अलौकिक, अवर्णनीय है अपना अनुराग । जीवन के प्रत्येक स्तर पर वह प्रसरित हो चुका है । और नम्रतापूर्वक किन्तु नेह के नशे में कहने दो कि मैंने उसे यथाशक्ति लूटा है, फिर भी वह न तो कम हुआ है, न ही उसके अनवरत आस्वादन का मेरा रस छूटा है !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.