Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા જરી જેટલા જીવનમાં બીજું બધું હશે, ને વધતું જશે અથવા અજોડ જેટલું થશે, છતાં તેમાં તમે નહી હો, તો તે મારાં પ્રાણની પ્યાસને, મારા કાળજાના કરાળ ક્રંદનને, મારા અંતરની અસાધારણ આરઝુને, મારા મનના મનોરથને, તૃપ્ત કરનાર ભાગ્યે જ થશે. મારા જરી જેટલા જીવનમાં બીજું બધું હશે, પણ તમે નહિ હો, તો તે મારા જીવનને જ્યોર્તિમય કરનાર, જીવન બનાવનાર, ભાગ્યે જ થશે.

તેમાં બીજું કશું જ નહિ હોય, એક તમારું મધુમય માદક, મંગલ, મુક્તિની મહેફિલનો મહારસ માણનારું મુખડું જ હશે; સ્વર્ગના સમસ્ત સુખને ક્ષુલ્લક કરનારું સરળ, સ્વાદુ, સરસ સ્મિત જ હશે; અમૃતનું અભિવર્ષણ કરનારું અનુપમ અંગ જ હશે; ને વીણાને વિસરાવનારી વાણી, ને સુધાના સ્વાદને નિસ્સાર કરનાર સ્પર્શ હશે, ને હશે પેલો પ્રબળ, પતિતપાવન પ્રેમ; તો મારું શરીરધારણ સફળ થશે, જીવન ઉજ્જવળ બનશે, ને બધી ખોટ ભરપાઈ થશે.

માટે જ કહું છું કે કોટિ કામને કીમત વિનાનું કરનારું રૂપ લઈને, પ્રેમના પ્રબળ પારાવાર સાથે, મારા જીવનમાં પ્રગટ બનો. મારા પ્રાણને તમારા પ્રાણે વણો ને સુંદરતાના સ્વાદથી મારા અંતરને એવું તો સંતૃપ્ત ને સુખી કરો, કે તમારા હૃદયને પણ મારા પ્રેમને પ્રમાણવા બદલ શાંતિ ધરો !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

मेरे अल्प, अतिअल्प जीवन में अन्य सब कुछ होगा, और बढ़ता जायेगा अथवा अनुपम-जैसा बनेगा, लेकिन उसमें यदि आप न रहोगे तो मेरे प्राण की पिपासा की, मेरे कलेजे के कराल क्रंदन की, अंतर की असाधारण आरजू की, मेरे मन के मनोरथों के तृप्ति शायद ही होगी । मेरे अल्प, अतिअल्प जीवन में अन्य सब कुछ होगा, किन्तु आप नहीं रहोगे वह परिस्थिति मेरे जीवन को ज्योतिर्मय करनेवाली, जीवन बनानेवाली शायद ही होगी ।

उसमें अन्य कुछ भी नहीं होगा – होगा केवल आपका मधुमय, मादक, मंगल मुक्ति की महफिल का महारसपान करनेवाला मुख; स्वर्ग के समस्त सुख को क्षुद्र कर देनेवाला सरल, स्वादु, सरस स्मित; अमृत की अभिवर्षा करनेवाला अनुपम अंग; वीणा की विस्मृति करानेवाली वाणी; सुधा के स्वाद को निस्सार करनेवाला स्पर्श; और होगा वह प्रबल, पतितपावन प्रेम; तो मेरा शरीरधारण सफल होगा; जीवन उज्जवल बनेगा, और समस्त क्षति की पूर्ति होगी ।

इसीलिये कहता हूँ कि कोटि-कोटि काम को लज्जित करनेवाला रूप लेकर, प्रेम के प्रबल पारावार सहित मेरे जीवन में प्रकट होकर, मेरे प्राण को अपने प्राण के साथ सुग्रथित करो, और सुंदरता के स्वाद से मेरे अंतर को ऐसा संतृप्त और सुखी बना दो, जिससे आपके हृदय को भी मेरे प्रेम को पुरस्कृत करने के परिणामस्वरूप शांति मिले ।