if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મધમાખી મધુના સંચય માટે મનહર, મધુભર્યા ફૂલ પર ફરે છે, મધુને માણે છે, તથા મધપુડાની રચના કરીને, માનવને માટે મદદરૂપ બને છે. એવા જ એક અદભુત અસાધારણ મધપુડાને મેં આજે જોયો ત્યારે, મને થયું કે મારું મન પણ એ મધમાખી જેવું જ છે ને ?

મહીની મંગલમય મુસાફરીમાં મધુને માણતાં, હું તો મસ્ત બનીને ફરું છું જ, પરંતુ મારી કવિતાનો કલ્યાણકારક મધપુડો પણ રચતો રહું છું. માનવનું મન એના આસ્વાદથી અમૃતમય બને એવી ભાવના છે. એની પાછળના પરિશ્રમ, પ્રેરક બળ ને પ્રકાશની સંપૂર્ણ સમજ સૌને નહિ પડી શકે. પરંતુ એના મધુથી કોઈનું મન મધુમય થશે ને મંગલમય બનશે તો પણ ઘણું છે.

ભગીરથે તીખા તપ પછી ઉર્વી પર ઉતારેલી ગંગા અનેકને માટે આશીર્વાદરૂપ થઈ રહી છે તેમજ થયા કરશે, તેમ ગીતની આ ગૌરવભરી ગંગા સંસારને સુખી કરશે, શાંતિ આપશે, ને સમૃદ્ધિનું દાન દેશે, તો પણ ઘણું છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

मधुमक्खी मधुसंचय के लिये मनोहर, मधुपूर्ण फूलों पर मंडराती है, मधु का आस्वाद लेती है और मधु-छत्ते की रचना करके, मानव के लिये मददरूप बनती है । ऐसे ही एक अदभुत असाधारण मधु-छत्ते को देखकर मुझे आज लगा कि मेरा मन भी मधुमक्खी-जैसा तो है ?

महीमंडल की मंगलमय मुसाफिरी में मधु का महारस लेते, मैं तो मस्त बनकर विहार करता ही हूँ किन्तु मेरी कविता के कल्याणकारक मधु-छत्ते की भी रचना करता जाता हूँ । उसके आस्वाद से मानवमन अमृतमय बने ऐसी भावना है । उसके पीछे के परिश्रम, प्रेरक बल और प्रकाश की संपूर्ण समझ सबको नहीं मिल सकेगी; परंतु उसके मधु से यदि किसीका मन मधुमय होगा और मंगलमय बनेगा तो भी पर्याप्त होगा ।

तीव्र तपश्चर्या के परिणामरूप भगीरथ के द्वारा अवनि पर अवतरित गंगा अनेकों के लिये आशीर्वादरूप हो रही है और होती रहेगी, इसी प्रकार गीत की यह गौरवभरी गंगा संसार को सुखी करेगी, शांति देगी, समृद्धि प्रदान करेगी, तो भी पर्याप्त होगा ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.