બીજા કોના અંતરમાં મારે માટેના અનુરાગનો આવો અસીમ, અમૃતમય અર્ણવ ઊછળી રહ્યો છે તે કહેશો ? કોની આંખમાં આટઆટલું અમી આવિર્ભાવ પામે છે, ને કોના હૈયામાં મને જોતાંવેંત, હેતના ફુવારા ફૂટે છે ? બીજા કોના મનમાં મારે માટેની આટલી બધી માયા છે, મમતા છે, ને કોના વચનમાં મારે માટે વ્હાલની વીણા બનીને તન, મન ને અંતર ઝંકાર કરી ઊઠે છે ?
કોના સ્નેહની સરસ સિતારમાંથી મારે માટે આટઆટલી અનંત સુરાવલિ છૂટ્યા કરે છે ? કોનો પ્રાણ નિતનવા આલાપમાં મારે માટે ફૂટ્યા કરે છે, ને પોતાના પ્રેમધનને દિનરાત લૂંટાવીને, બીજું કોણ મારા જીવન સર્વસ્વને લૂંટ્યા કરે છે ? ગરલને ઘોળીઘોળીને મારે માટે આવી રીતે અંનતકાળથી અમૃતને કોણ ઘુંટ્યા કરે છે ?
કોણ મારા જીવનની પાનખરમાં વસંતની વેણુ વગાડીને જીવન ભરે છે ? કોણ મારી પ્રતીચિને પોતાના પુણ્યશાળી પ્રકાશે પાવન કરે છે ? ને બીજું કોણ મારા પ્રાણના પરિમલથી પરિપ્લાવિત પુષ્પની પ્રત્યેક પાંખડીને પ્રસન્ન કરીને, પ્રકટાવીને, પૃથ્વીને પરિમલ ભરેલી કરે છે ? તમારા વિના બીજું કોણ મારા કાળજાને કામણ કરે છે, ને કોને જોઈને મારું, તથા મને જોઈને તમારા વિના બીજા કોનું, મન મહોત્સવ કરે છે ?
તમારા વિના બીજું કોણ મારી બહાર, અંદર, આજુબાજુ, મારા અણુએ અણુ ને પૃથ્વીના પ્રત્યેક પરમાણુમાં રમે છે ? તથા તમારા વિના કહી શકશો કે કલ્પનામાં પણ, મને બીજું કોણ વધારે ગમે છે ? કોની આજુબાજુ અને કોનામાં મારું મન વધારે ભમે છે ?
- શ્રી યોગેશ્વરજી
* * *
दूसरे किसके अंतर में, मेरे प्रति उठनेवाले अनुराग का ऐसा असीम, अमृतमय अर्णव उछल रहा है, कहोगे ? किसकी आँख में इतने असाधारण अमी का आविर्भाव होता है और किसके अंतर में मुझे देखते ही प्रेम के फुहारे फूटते हैं ? अन्य किसके मन में मेरी इतनी माया और ममता है, और किसके वचन मेरे लिये प्यार की वीणा बनकर तन-मन और अंतर को झंकृत कर देता है ?
किसकी स्नेह की सरस सितार में से मेरे लिये इतनी असाधारण अनंत सुरावली छूटा करती है, किसके प्राण नितनवीन आलाप में मेरे लिये फूटा करते हैं, और अपने प्रेमधन को दिन-रात लुटाकर, दूसरा कौन मेरे जीवन-सर्वस्व को लूटता रहता है ? गरल को घोल-घोलकर मेरे लिये इस प्रकार अमृत को अनंतकाल से कौन घोंटा करता है ?
कौन मेरे जीवन की पतझड़ में वसंत की वेणु बजाकर जीवन भरता है ? कौन मेरी प्रतीचि को अपने पुण्यशाली प्रकाश से पावन करता है ? और दूसरा कौन मेरे प्राणों के परिमल से परिप्लावित पुष्प की प्रत्येक पांखुड़ी को प्रसन्न कर, प्रकटित बनाकर, पृथ्वी को परिमलपूर्ण करता है ? आपके सिवा दूसरा कौन मेरे कलेजे पर जादू करता है, और किसको देखकर मेरा, तथा मुझे देखकर आपके सिवा अन्य किसका, मन महोत्सव मनाता है ?
आपके सिवा दूसरा कौन मेरे बाहर, अंदर, आसपास, मेरे अणु-अणु और पृथ्वी के प्रत्येक परमाणु में रमता है ? आपके सिवा, कह सकोगे कि, कल्पना में भी, मुझे दूसरा कौन अधिक प्रिय लगता है ? किसके आसपास और किसके अंदर मेरा मन विशेष विहरता रहता है ?

