if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ફૂલવાડીના ફોરમવંતા ફૂલને નિહાળીને ભ્રમરે વિચાર કર્યો : કેટલું કળાત્મક, ફોરમવંતુ ફૂલ છે ? આ ફૂલની ફોરમને મારા મનમાં ભરી લઊં, ને બીજાને સ્વર્ગીય સંગીતનું દાન દઊં. કવિઓ મારી કવિતા કરશે, ને સ્નેહીજનો મને સ્નેહના સમ્રાટનું બિરુદ ધરશે. આ પ્રફુલ્લ ફૂલની પાંખડી પર પ્રતિષ્ઠિત થઊં, એના હૃદય પર રમી લઊં, ને એના મધુને મસ્ત બનીને માણી લઊં !

ફૂલ એના અંતરનો પાર પામીને બોલી ઊઠ્યું : અરે ભિક્ષુક ભ્રમર ! તારામાં સઘળું છે. સ્વાદની રુચિ છે, સંગીત છે તથા સંવાદ સાધવાની ઈચ્છા પણ છે. પરંતુ સમર્પણની વૃત્તિ નથી ત્યાં સુધી એ બધું અધુરું છે. એટલે જ તું ચચંળ છે, અશાંત છે, અસ્થિર છે. આવ, હું તને મદદ દઊં, ને તારા શ્રેયમાં સહાયક થઊં !

પરંતુ ભ્રમરે ફૂલને ચૂસી લીધું ને બધું લીધું, પરંતુ પોતાનું દિલ ના દીધું. ફૂલની વાત પર ધ્યાન જ ના દીધું.

કવિએ એને કવિતામાં સ્થાન આપ્યું; પરંતુ એની અનુરાગવૃત્તિને અમર કરવાનું એને ઠીક ના લાગ્યું.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

फुलवाड़ी के फोरमवान फूल को निहारकर भ्रमर ने विचार किया – कितना कलात्मक फोरमयुक्त फूल है ! इस फूलकी फोरम को मेरे मन में भर लूँ और दूसरों को स्वर्गीय संगीत का दान दूँ । कविसम्राट मेरी कविता करेंगे, और स्नेहीजन मुझे स्नेह-सम्राट का बिरद प्रदान करेंगे । प्रफुल्ल पुष्प की पांखुड़ी पर प्रतिष्ठित बनूँ, उसके हृदय पर क्रीड़ा करूँ, और उसके मधु को मस्त बनकर चख लूँ !

उसके अंतर का भेद जानकर फूल बोल उठा – अरे भिक्षुक भ्रमर ! तुझमें सब कुछ है । स्वाद की रुचि है, संगीत है, और संवाद साधने की आकांक्षा भी है । परंतु समर्पण की वृत्ति के बिना वह सब अपूर्ण है । इसलिये तू चंचल है, अशांत है, अस्थिर है । आ, तुझे सहायता करूँ, तेरे श्रम में सहायक बनूँ ।

किन्तु भ्रमर ने फूल को चूस लिया । उसने सब कुछ लिया परंतु अपना दिल नहीं दिया । फूल की बात पर उसने ध्यान ही नहीं दिया ।

कविने उसे कविता में स्थान प्रदान किया; परंतु उसकी अनुराग-वृत्ति को अमर बनाने को सुयोग्य नहीं समझा ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.