ગંગામાતામાં સ્નાન કરનારા કોઈક કિશોરને કોઈએ કહ્યું; ગંગામાં તો લોકો પોતાના સ્વજન કે સ્નેહી વતી સ્નાન કરે છે. તું પણ તેમનું સ્મરણ કરીને સ્નાન કરે છે કે શું ?
કિશોરે કહ્યું : ના.
ત્યારે શું તારા માતાપિતા તથા તારા મિત્રમંડળ વતી ?
ના, તેમની વતી પણ નહિ; કિશોરે ઉત્તર આપ્યો.
ત્યારે શું કોઈ દુર્ગતિ પામેલા સંબધીની સદગતિના સંકલ્પથી આ સ્નાન થઈ રહ્યું છે?
ના, એવા કોઈ સંકલ્પથી પ્રેરાઈને પણ મારું સ્નાન નથી થઈ રહ્યું.
તો ? શું તે કોઈપણ પ્રકારના પ્રયોજન વિના, કેવળ તારી જ તૃપ્તિ માટે થઈ રહ્યું છે ? એ તો મોટામાં મોટો સ્વાર્થ કહેવાય.
કિશોરે શાંતિથી કહ્યું : જેમના વતી કોઈયે સ્નાન કરનાર નથી, ને જેમની સદગતિ સારુ કોઈપણ પ્રયત્ન કરવા તૈયાર નથી, એમને જો પહોંચી શકતું હોય, તો મારા સ્નાનનું ફળ પહોંચે, એ ભાવના સાથે હું સ્નાન કરી રહ્યો છું. એની આગળ અથવા પાછળ બીજું કોઈ જ પ્રયોજન નથી.
- શ્રી યોગેશ્વરજી
* * *
गंगामाता में स्नान करनेवाले किसी किशोर को किसीने कहा – गंगा में लोग अपने स्वजन अथवा सुहृद की ओर से स्नान करते हैं; तू भी उनका स्मरण करके स्नान कर रहा है क्या ?
किशोर ने कहा – नहीं, नहीं ।
तब क्या अपने माता-पिता तथा मित्रमंडली की ओर से ?
नहीं, उनकी ओर से भी नहीं – किशोरने उत्तर दिया ।
तो क्या किसी दुर्गतिप्राप्त संबंधी की सदगति के संकल्प से यह स्नान हो रहा है ?
नहीं । ऐसे किसी संकल्प से प्रेरित होकर भी, मेरा स्नान नहीं हो रहा है ।
तो ? क्या किसी भी प्रकार के प्रयोजन के बिना, केवल अपनी ही तृप्ति के लिये स्नान हो रहा है ? वह तो बड़े से बड़ा स्वार्थ कहलायेगा ।
किशोर ने शांति से कहा – जिनकी ओर से कोई भी स्नान करनेवाला नहीं है और जिनकी सदगति के लिये प्रयत्न करने के लिये कोई तैयार नहीं है, उनको यदि पहुँच सकता हो तो, मेरे स्नान का फल पहुँचे – इसी भावना-सहित मैं स्नान कर रहा हूँ । उसके आगे अथवा पीछे ओर कोई प्रयोजन नहीं है।

