Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દુનિયાના દાવાનળને દફનાવી દેનારા દેવદૂતના દર્શન માટે મારું મન મનોરથ કરી રહ્યું છે. મારા મહાકવિ ! એ દાવાનળને દૂર કરવા, તારી કવિતા તથા તારા કર્મની કમનીય, કલ્યાણકારી માળા લઈને તું આવી પહોંચ, તેમજ તેની સૌરભથી સૌને સંજીવન ધરી દે, એ પુનિત પળની હું પ્રતીક્ષા કરું છું.

વિશ્વમાં વિનાશના વિકરાળ, વિષમય વાયુ વાયા કરે છે; સર્વસંહારની સામગ્રીના સંગ્રહ થયા કરે છે; વેદનાની વરાળ પર વરાળ ઊઠ્યા કરે છે; ને સંપ તથા શાંતિની સઘળી સાધના માટીમાં મળે છે. એ સાધનાને સફળ કરવા, તારી અનુરાગભરી આરાધનાને લઈને તું આવી પહોંચ, અને એના અમૃતમય અભિષેકથી આખીયે અવનીને અમીમય કર ને આશીર્વાદ ધર. એ પુનિત પળની હું પ્રતીક્ષા કરું છું.

બંધાયેલા બંદી બંદીખાનામાંથી મુક્તિ મેળવવા માટેના પોકાર પાડે છે. શોષિત શોષણમાંથી છૂટવાનાં સ્વપ્નાં સેવે છે. આતંકથી આર્ત અત્યાચારનો અંત આણવાની આરાધના કરે છે તથા તિરસ્કૃત પ્રેમની ને હડધૂત હૂંફની, અનાથ આશ્રયની અને દોષિત દોષના પરિમાર્જનની ભિક્ષા માગે છે. એ ભિક્ષાની ભેટ દેવા, તારા ભરપૂર ભંડારના ભવ્યાતિભવ્ય ભાગને ભેગો કરીને તું આવી પહોંચ, અને એના અનેરા આસ્વાદથી આ પીડિત, પ્યાસી પૃથ્વીના પ્રાણને પીયૂષ ધર, ને પ્રફુલ્લિત કર. એ પુનિત પળની હું પ્રતીક્ષા કરું છું.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

दुनिया के दावानल को दफना देनेवाले देवदूत के दर्शन के लिये मेरा मन मनोरथ कर रहा है, मेरे महाकवि ! उस दावानल को दूर करने के लिये, तेरी कविता तथा तेरे कर्म की कमनीय, कल्याणकारी माला लेकर आ पहुँच और उसके सौरभ से सबको संजीवन दे । उस पुनीत पल की मैं प्रतीक्षा करता हूँ ।

विश्व में विनाश और विष के विकराल वायु बहा करते हैं । सर्वसंहार की सामग्री के संग्रह होते रहते हैं; वेदना की विघातक भाँप उठा करती है; और संप-शांति की समस्त साधना मिट्टी में मिलती है । उस साधना को सफल करने के लिये, तेरी अनुरागभरी आराधना को लेकर आ पहुँच और उसके अमृतमय अभिषेक से अखिल अवनि को अमीमय कर और आशीर्वाद प्रदान कर । उस पुनीत पल की मैं प्रतीक्षा करता हूँ ।

बद्ध बंदीजन अतिबद्ध बंदीगृह से मुक्ति प्राप्त करने के लिये पुकारते हैं । शोषित शोषण से छूटने के स्वप्नों का सेवन करते हैं । आतंक से आर्त अत्याचार का अंत लाने की आराधना करते हैं । तथा तिरस्कृत प्रेम की, हड़धूत हूंफ की, अनाथ आश्रय की, दोषित दोष के परिमार्जन की भिक्षा माँग रहे हैं । उस भिक्षा की भेंट देने के लिये, तेरे भरपूर भंडार के भव्यातिभव्य अंश को एकत्रित करके आ पहुँच, और उसके अनोखे स्वाद से पीड़ित, प्यासी पृथ्वी के प्राणों को पीयूष प्रदान कर, प्रफुल्लित कर । उस पुनीत पल की मैं प्रतीक्षा करता हूँ ।