Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોઈક વાર વિચાર આવે છે કે કવિતાની કમનીય કુસુમમાળાની રચના કેવી રીતે થઈ જાય છે ? કુસુમને કોણ ઉગાડે છે, ચૂંટે છે પણ કોણ, ને કોણ એમને માળામાં પરોવે છે ?  કોઈક વાર વિચાર આવે છે કે કવિતાની કમનીય, કળાત્મક કુસુમમાળાની રચના કેવી રીતે થઈ જાય છે ?

એ માળા મારી છે, ને મેં તૈયાર કરી છે, એમ કહેવામાં અજ્ઞાન છે. કેમ કે મારી પોતાની જ કમનીય કુસુમમાળાની રચના મેં નથી કરી, તો કવિતાની કુસુમમાળાની કલ્પના કે કળા તો મારી ક્યાંથી હોઈ શકે ? જેણે વંસતનો વૈભવ પેદા કર્યો, કોકિલને કળામય કંઠ ધર્યો, કલાપીના કાળજામાં મેઘને માટે ભાવ ભર્યો, તથા તારા ને ચંદ્રના તેજથી આકાશનો અંધકાર અલ્પ કર્યો. કમળનાં દલને જેણે કોમળ કર્યાં, પતંગિયાની પાંખ પર રંગબેરંગી રંગો ભર્યાં, સરિતાના સલિલને સાગરમાં સમાવા સારું સરતાં કર્યાં, ને જીવનને જોમ ને જાદુ ધર્યા છે, એની જ એ કલ્પના, કળા, કે કુસુમમાળા છે. એને લીધે જ એનું અસ્તિત્વ છે, અને એની અંદર જ એનો અંત આવે છે.

કવિતાની કમનીય કુસુમમાળાની રચના માટે, માટે જ કહું છું કે એ સવાલ નથી. કવિતાની રચના એને સારું સહજ છે. એ આંખ ખોલે છે કે કવિતા ઉત્પન્ન થાય છે. શ્વાસ લે કે કવિતા કૃતાર્થ થાય છે, કાયમની બની જાય છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

कभी कभी मैं सोचता हूँ, कविता की कमनीय कुसुममाला की रचना किस प्रकार हो जाती है ? कुसुम को कौन उगाता है, संचित भी कौन करता है, और कौन उन्हें माला में पिरोता है ? किसी समय विचार उठता है, कविता की कमनीय, कलात्मक कुसुममाला की रचना किस प्रकार होती है ?

वह माला मेरी है, मैंने तैयार की है, ऐसा कहने में अज्ञान है; क्योंकि मेरी अपनी ही कमनीय कुसुममाला की रचना मैंने नहीं की, फिर कविता की कुसुममाला की कल्पना अथवा कला मेरी कैसे हो सकती है ? जिसने वसंत के वैभव को प्रकट किया, कोकिल को कलामय कंठ दिया, कलापी के कलेजे में मेघ के लिये प्रेमभाव भर दिया, तथा तारा-चंद्र के तेज से आकाश के अंधकार को अल्प बनाया, कमल के दल को कोमल किया, पतंग की पांख पर रंग-बिरंगे रंग भरे, सरिता के सलिल को सागर में समाविष्ट होने के लिये अभिसरण पैदा किया, और जीवन को आवेश तथा उत्साह दिया, उसीकी वह कल्पना, कला अथवा सुमनमाला है । उसीकी वजह से उसका अस्तित्व है, और उसके अंदर ही उसका अंत आता है ।

कविता की कमनीय कुसुममाला की रचना के लिये, इसीलिये कहता हूँ कि वह सवाह ही नहीं । कविता की रचना उसके लिये सहज है । उसके आँख खोलने से ही कविता का आविर्भाव होता है; श्वास लेने से ही कविता कृतार्थ होती है, शाश्वती बनती है ।