Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
રાષ્ટ્રીય એકતા આપોઆપ આખી અવનીની એકતા તરફ લઈ જાય છે, એમ માનીને રાષ્ટ્રના નવયુવાનોને કવિ સંદેશ સંભળાવે છે કે રાષ્ટ્રની એકતાને અણીશુદ્ધ અને અખંડ રાખવા બનતું બધું જ કરી છૂટો. રાષ્ટની એકતાને અકબંધ રાખવા, સ્વાર્થ, સત્તા લાલસા ને સંપત્તિના સંગ્રહના શોખની આહુતિ આપો; તથા રાષ્ટ્રની સ્વતંત્રતાને સાચવી રાખવા, સર્વોત્તમતાની સિદ્ધિ ને સુરક્ષા કરવા, તેમજ સંસ્કૃતિને સર્વોપયોગી બનાવવા, ભરચક, પાર વિનાના પ્રયાસ કરો.

ભારત ભવ્ય છે, ને ભવ્યાતિભવ્ય બને તેવી મહેનત કરો. ભારત સ્વતંત્ર છે, ને સ્વતંત્ર જ રહે તથા સમૃદ્ધ બને તેવો પરિશ્રમ કરો. ભારત એક છે, અખંડ અને અવિભાજ્ય છે; એ એક, અખંડ અને અવિભાજ્ય રહે એવી આરાધના કરો. ઉત્તરમાં હિમગિરિનાં સુંદર શૃંગ છે, ને દક્ષિણમાં, પૂર્વમાં તથા પશ્ચિમમાં સીમારહિત સાગર. ઈતિહાસ ને ભૂગોળથી એ એક છે, અને એક છે એની વચ્ચે વસનારી મહાપ્રજાના મનોરથ તેમજ મહા પ્રયત્ન. ભાષા ભિન્ન છતાં ભાવોની અભિન્નતા, પહેરવેશ પૃથક્ પણ પ્રાણના પડછંદાની અપૃથકતા. એક જ માતાનાં સંતાન. રીવાજ જુદા જુદા, પરંતુ  રંગ એક છે. એક છે એની સંસ્કૃતિ, એક છે એની સાધના, ને સિદ્ધિ પણ એની એક જ છે : સર્વહિત કે સર્વમંગલ.

આખી અવનીના સૂત્રધાર એક જ છે. એ સત્યનો સાક્ષાત્કાર કરવા રાષ્ટ્રીય એકતાની અનુભૂતિ આવશ્યક છે. એમ માનીને કવિ સંદેશ સંભળાવે છે કે રાષ્ટ્રની એકતાને અકબંધ રાખવા બનતું બધું જ કરી છૂટો, ઓ મારા સુમધુર ગીતો ! અવનીના આત્માની એકતાનું જયગાન કરવા બનતું બધું જ કરી છૂટો !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

राष्ट्रीय एकता अखिल अवनि की एकता की ओर अपने आप ले जाती है; ऐसा मानकर, राष्ट्र के नवयुवकों को कवि संदेश सुनाता है, राष्ट्र की एकता को ऐक्यबद्ध और अखंड रखने के लिये शक्यातिशक्य सब कुछ कर डालो । राष्ट्र की एकता को अतिशुद्ध रखने के लिये स्वार्थ, सत्ता-लालसा और संपत्ति के संग्रह-मनोरथ की आहुति प्रदान करो; और राष्ट्र की स्वतंत्रता को सुरक्षित रखने, सर्वोत्तमता की सिद्धि करने, तथा संस्कृति को सर्वोपयोगी बनाने के लिये भरसक प्रबल पुरुषार्थ करो ।

भारत भव्य है; और भव्यातिभव्य बने, ऐसी चेष्टा करो । भारत स्वतंत्र है; और स्वतंत्र ही रहे तथा समृद्ध बने, ऐसा परिश्रम करो । भारत एक, अखंड और अविभाज्य है; और एक, अखंड, अविभाज्य रहे ऐसी आराधना करो । उत्तर में हिमगिरि के सुंदर श्रृंग है; दक्षिण में, पूर्व में तथा पश्चिम में सीमारहित सागर । इतिहास और भूगोल से वह एक है; और एक है उनके बीच बसनेवाली महाप्रजा के मनोरथ तथा महाप्रयत्न । भाषा भिन्न फिर भी भावों की अभिन्नता; वेश-भूषा पृथक् परंतु प्राणों की प्रतिध्वनि की अपृथकता; एक ही माता की संतान है सब । उनके रिवाज अलग-अलग परंतु रंग एक है । एक है उनकी संस्कृति, एक है उनकी साधना, और सिद्धि भी उनकी एक है – सर्वहित अथवा सर्वमंगल ।

अखिल अवनि के सूत्रधार एक ही हैं; इस सत्य का साक्षात्कार करने के लिये राष्ट्रीय एकता की अनुभूति आवश्यक है; एसा मानकर कवि संदेश सुनाता है, राष्ट्र की एकता को ऐक्यबद्ध रखने के लिये शक्यातिशक्य सबकुछ कर डालो, ओ मेरे सुमधुर गीत ! अवनि की आत्मा की एकता का जयगान करने के लिये शक्यातिशक्य सबकुछ कर डालो !