if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવોના પરમપ્રિય દેશ ! તારું અસ્તિત્વ આખી અવનીને માટે આવશ્યક અથવા અનેરા આશીર્વાદરૂપ છે. તારો જન્મ જગતમાં જેમતેમ જીવી જવા સારું નથી થયો, જગતને જીવાડવા માટે થયો છે. તારી સાધના સમસ્ત સૃષ્ટિને સારું સુખકારક છે. એ વાતની આજથી નહિ, તારા દેવદુર્લભ અંતર પર આંખ ખોલી ત્યારથી મને ખાતરી છે.

દેવોના પરમપ્રિય દેશ ! સંસ્કૃતિના સર્વોત્તમ શિખરને સર કરીને સંસારમાં સુધાસીંચન કરવાના પ્રયાસ તેં કરી જોયા. પરંતુ એક દિવસ તારી જ શોભા હણાઈ ગઈ. તું બંદી બન્યો. દુખી, ને દરિદ્ર થયો અને આપત્તિનો શિકાર થઈને થાકી ગયો. અંધારમાં તારું તન ને મન અટવાઈ ગયું, ને જીવન જ્યોતિહીન, નીરસ ને નિરાનંદ થયું.

દેવોના પરમપ્રિય દેશ ! સમય ક્યાં બેસી રહે છે ? કરમાયલા કમળ ખીલી ઊઠ્યાં, પંખી કિલ્લોલી ઊઠ્યાં, સૂર્યના સહસ્ત્ર સહસ્ત્ર સોનેરી રશ્મિ સર્વ સ્થળે ફરી વળ્યાં તથા તારાં તિમિર પણ છેવટે ટળ્યાં. આજે તું અવનીનું આકર્ષણ બનીને ફરીવાર બેઠો થયો છે. તારો શાંતિ, સ્વતંત્રતા તથા સર્વની સુખકારીનો સુષુપ્ત, સનાતન સંદેશ ફરી વહેતો થયો છે. તારો રંગ બદલાઈ ગયો છે ! તારા આરાધક તને આલોકિત કરવા, આનંદ ધરવા અને અવનીમાં અજોડ બનાવવા આરાધે છે, અને આકાશ-પાતાળ એક કરે છે. જેને માટે તારો જન્મ અને તારું અમુલખ અસ્તિત્વ છે, તે હેતુની સિદ્ધિનો સૂર્યોદય હવે શરૂ થયો છે; એ આરાધનાનો આખરે આરંભ થયો છે. એને અવલોકીને અનેકનો ભ્રમ તથા ભય ભાગી ગયો છે.

દેવોના પરમપ્રિય દેશ ! સંજોગો સાનુકૂળ છે ને પૂજારી પ્રામાણિક. પૂજાની સામગ્રી પણ પાર વિનાની ને સમય પણ પૂરતો છે. પ્રતિકૂળતાને પાર કરીને, દુઃખ, દર્દ, દીનતા ને દ્વેષના દાવાનલને દફનાવીને તથા અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને સુખ, સમૃદ્ધિ, શાંતિ ને સર્વમંગલના સિંહાસન પર આસીન થા. પૃથ્વીને પીયૂષ પા, મનુકુળને મધુમય કરવાના મહાકાર્યમાં લાગી જા ! તે માટે જ તારો જન્મ થયો છે અને એ માટે જ તું આજ લગી જીવતો રહ્યો છે. તારા મહાકાર્યમાં, તારી અનવરત, અક્ષય આરાધનામાં મારો આશીર્વાદ છે; સહકાર તેમજ સાથ છે. તું સફળ થઈશ એવો મારો વિશ્વાસ છે.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

देवों के परमप्रिय देश ! तेरा अस्तित्व अखिल अवनि के लिये आवश्यक अथवा असाधारण आशीर्वादरूप है । तेरा जन्म जगत में अकारण नहीं हुआ, किन्तु जगत को जीवन प्रदान करने के लिये हुआ है । तेरी साधना समस्त सृष्टि के लिये सुखकारक है, इसकी प्रतीति मुझे आज से नहीं, तेरे देवदुर्लभ अंतर पर आँख खोली तभी से है ।

देवों के परमप्रिय देश ! संस्कृति के सर्वोत्तम शिखर को सर करके, संसार में सुधासिंचन करने के प्रयत्न तू कर चुका । परंतु एक दिन तेरी ही शोभा विलुप्त हुई । तू बंदी बना; दुःखी और दरिद्र हुआ; संकट का शिकार बनकर क्लेशयुक्त और कलान्त हो गया । तेरा तन और मन अंधकार से आवृत हुआ और जीवन ज्योतिहीन, नीरस, निरानंद बना ।

देवों के परमप्रिय देश ! समय कहाँ स्थिर रहता है ? शीर्ण-विशीर्ण कमलदल खिल उठे, पक्षी कल्लोल कर उठे, सूर्य की सहस्त्र-सहस्त्र स्वर्ण-रश्मियाँ सर्वत्र प्रसरित हो गयीं । तेरा तिमिरपथ एक बार फिर से प्रकाशित हुआ । आज अवनि का आकर्षण बनकर तू फिर से जाग उठा है । शांति, स्वतंत्रता, सर्वोदय का सुषुप्त सनातन संदेश पुनः प्रवाहित होने लगा है । तेरा रंग बदल गया है, तेरे आराधक तुझे आलोकित करने, आनंद देने और अवनि में अनुपम बनाने के लिये आराधना करते और आकाश-पाताल एक करते हैं । जिसके लिये तेरा जन्म और अमोलक अस्तित्व है, उस हेतु की सिद्धि के सूर्योदय का अब आरंभ हुआ है; उस परमाराधना का प्रारंभ हुआ है । उसके अवलोकन से अनेकों का भ्रम और भय नष्ट हुआ है ।

देवों के परमप्रिय देश ! संयोग सानुकूल है और पूजारी प्रामाणिक । पूजा की सामग्री भी अक्षय और समय भी पर्याप्त है । प्रतिकूलता को पार कर, दुःख, दर्द, दीनता और द्वेष के दावानल को दफना कर, अग्निपरीक्षा में उत्तीर्ण होकर, सुख-समृद्धि, शांति और सर्वमंगल के सिंहासन पर आसीन हो जा, पृथ्वी को पीयूष पिला, मनुकुल को मधुमय करने के महाकार्य में लग जा ! इसीलिये तेरा जन्म हुआ है, इसीलिये तू आज तक जीवित रहा है । तेरे महाकार्य में, तेरी अनवरत अक्षय आराधना में, मेरा आशीर्वाद है, सहयोग तथा साथ है । तू सफल बनेगा – ऐसा विश्वास है ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.