સૃષ્ટિને સંદેશો સંભળાવવાનો સમય છે ત્યારે સંભળાવવા દો કે વિપ્લવ નહિ પરંતુ વિવેકપૂર્વકની વાટાઘાટ, દુશ્મનાવટ નહિ પણ દયાભાવ, અસત્ય નહિ પરંતુ સત્ય, સ્વચ્છંદ નહિ પણ સમજ સાથેનો સંયમ, દાનવતા નહિ પણ માનવતા, ઘર્ષણ નહિ પરંતુ પ્રેમનું વર્ષણ, આતંક નહિ પણ અનુકંપા, તથા તિરસ્કાર નહિ પરંતુ પ્રેમનો પુસ્કાર જ સ્થાયી ઠરે છે, સફળ નીવડે છે, ક્રાંતિ કરે છે, સંસ્કૃતિ સર્જે છે, ને સુખ શાંતિ, સમૃદ્ધિ અને અમૃત આપે છે. માનવની માનવતાની માવજત કરનારી સચ્ચાઈ જ સર્વોત્તમ ઠરે છે, ને દાનવતાની દુર્ગંધ પોષનારી પ્રજા આખરે પતન પામે છે.
વિજ્ઞાનના આ વિકસતા વખતમાં, સૃષ્ટિને સંદેશો સંભળાવવાનો સમય છે ત્યારે સંભળાવવા દો કે વિજ્ઞાન મારક નહિ પરંતુ તારક બને એ માટે માનવ જાતિ ઝંખી રહી છે. અનાચાર, અત્યાચાર, દુઃખ, દર્દ ને દુર્ભિક્ષના દુર્દિનથી દાઝેલી દુનિયા એની પાસેથી આશા રાખે છે કે એની આફતનો અંત આણે, એની કારમી કંગાલિયતને કાપી નાંખે. અત્યાચાર અને આંતકગ્રસ્ત અવની એની પાસેથી આશા રાખે છે કે એના અંગને અને આત્માને એ સંહારનાં શસ્ત્રોના સંશોધન ને પ્રયોગોથી અશાંત ના કરે, અશુદ્ધિથી ના ભરે, અને એના રહ્યાસહ્યા રસ કે કસને ના હરે.
સૃષ્ટિને સંદેશો સંભળાવવાનો સમય છે ત્યારે સંભળાવવા દો કે સૃષ્ટિ સો અથવા સહસ્ત્ર નહિ પણ એક છે. અવની અખંડ છે. એમાં એક જ પરમાત્માનો પ્રકાશ પ્રેમ છે, પરમાનંદ છે. એની અનેકતામાં ઓતપ્રોત એવી એકતાને આંખ આગળથી અળગી ના થવા દો. વિસંવાદમાં વાસ કરનારને સંવાદની શિક્ષા તથા દીક્ષા દો; અને એકમેકને માટે આશીર્વાદરૂપ થઈને આ અવનીને અમૃતમય કરવા માટે સૌની સાધના સમજ, સંપત્તિ, શક્તિ, સામગ્રી તથા સૌના સમયનું સમર્પણ હો !
- શ્રી યોગેશ્વરજી
* * *
सृष्टि को संदेश सुनाने का समय है तो सुनाने दो – संप, सेवाभाव, सहकार, शांति के साथ श्वास लेने में ही मंगल है । वैर, भेद, शोषण के सिद्धांत पर अपने साम्राज्य की नींव डालनेवाली प्रजा प्रबल नहीं हो सकती । और हो जाय, तो भी, प्रेरणाप्रद अथवा अमर नहीं बन सकती । शोणित के सिंचन से समृद्ध साम्राज्य का आखिर अस्त होता है – और इस प्रकार अस्त होता है कि उसके अणु की भी किसीको उपलब्धि भी नहीं हो सकती ।
सृष्टि को संदेश सुनाने का समय है तो सुनाने दो – विप्लव नहीं किन्तु विवेकयुक्त वार्तालाप, दुश्मनी नहीं किन्तु दयाभाव, असत्य नहीं परंतु सत्य, स्वच्छंदता नहीं लेकिन समझयुक्त संयम, दानवता नहीं किन्तु मानवता, घर्षण नहीं परंतु प्रेम का वर्षण, आतंक नहीं अनुकंपा, तथा तिरस्कार नहीं प्रेम का पुरस्कार ही स्थायी ठहरता है, सफल होता है, क्रान्ति करता है, संस्कृति का सृजन करता है, और सुख-शांति, समृद्धि का अमृत अर्पित करता है । मानव की मानवता की सुरक्षा करनेवाली सच्चाई ही सर्वोत्तम ठहरती है, और दानवता की दुर्गंध का पोषण करनेवाली प्रज्ञा आखिर पतित बनती है ।
विज्ञान के विकासोन्मुख समय में सृष्टि को संदेश सुनाने का समय है तो सुनाने दो – विज्ञान मारक नहीं, किन्तु तारक बने, यह मनुष्यजाति की मनोकामना है । अनाचार-अत्याचार, दुःख-दर्द और दुर्भिक्ष के दुर्दिन से दग्ध दुनिया आशा रखती है कि उसकी आपदा का वह अंत लाकर उसकी कमीनी कंगालियत को काट डाले । अत्याचार और आतंक में ग्रस्त अवनि अपेक्षा रखती है कि उसके अंग और आत्मा को वह संहार-शस्त्रों के संशोधन और प्रयोग से अशांत न करे, अशुद्धि से न भरे, उसके रहे-सहे रस और कस को न हरे ।
सृष्टि को संदेश सुनाने का समय है तो सुनाने दो – सृष्टि शत अथवा सहस्त्र नहीं, एक है । अवनि अखंड है । उसमें एक ही परमात्मा का प्रेम-प्रकाश और परमानंद है । उसकी अनेकता में ओतप्रोत एकता को आँख के आगे से ओझल न होने दो – विसंवाद में वास करनेवाले को संवाद की शिक्षा-दीक्षा दो; और एकमेक के लिये आशीर्वादरूप बनकर अवनि को अमृतमय बनाने के लिये सबकी साधना, समझ, संपत्ति, शक्ति, सामग्री और सबके समय का समर्पण हो !
* * *
(समाप्त)

