ભારત ભવ્ય છે, ને ભવ્યાતિભવ્ય બને તેવી મહેનત કરો. ભારત સ્વતંત્ર છે, ને સ્વતંત્ર જ રહે તથા સમૃદ્ધ બને તેવો પરિશ્રમ કરો. ભારત એક છે, અખંડ અને અવિભાજ્ય છે; એ એક, અખંડ અને અવિભાજ્ય રહે એવી આરાધના કરો. ઉત્તરમાં હિમગિરિનાં સુંદર શૃંગ છે, ને દક્ષિણમાં, પૂર્વમાં તથા પશ્ચિમમાં સીમારહિત સાગર. ઈતિહાસ ને ભૂગોળથી એ એક છે, અને એક છે એની વચ્ચે વસનારી મહાપ્રજાના મનોરથ તેમજ મહા પ્રયત્ન. ભાષા ભિન્ન છતાં ભાવોની અભિન્નતા, પહેરવેશ પૃથક્ પણ પ્રાણના પડછંદાની અપૃથકતા. એક જ માતાનાં સંતાન. રીવાજ જુદા જુદા, પરંતુ રંગ એક છે. એક છે એની સંસ્કૃતિ, એક છે એની સાધના, ને સિદ્ધિ પણ એની એક જ છે : સર્વહિત કે સર્વમંગલ.
આખી અવનીના સૂત્રધાર એક જ છે. એ સત્યનો સાક્ષાત્કાર કરવા રાષ્ટ્રીય એકતાની અનુભૂતિ આવશ્યક છે. એમ માનીને કવિ સંદેશ સંભળાવે છે કે રાષ્ટ્રની એકતાને અકબંધ રાખવા બનતું બધું જ કરી છૂટો, ઓ મારા સુમધુર ગીતો ! અવનીના આત્માની એકતાનું જયગાન કરવા બનતું બધું જ કરી છૂટો !
- શ્રી યોગેશ્વરજી
* * *
राष्ट्रीय एकता अखिल अवनि की एकता की ओर अपने आप ले जाती है; ऐसा मानकर, राष्ट्र के नवयुवकों को कवि संदेश सुनाता है, राष्ट्र की एकता को ऐक्यबद्ध और अखंड रखने के लिये शक्यातिशक्य सब कुछ कर डालो । राष्ट्र की एकता को अतिशुद्ध रखने के लिये स्वार्थ, सत्ता-लालसा और संपत्ति के संग्रह-मनोरथ की आहुति प्रदान करो; और राष्ट्र की स्वतंत्रता को सुरक्षित रखने, सर्वोत्तमता की सिद्धि करने, तथा संस्कृति को सर्वोपयोगी बनाने के लिये भरसक प्रबल पुरुषार्थ करो ।
भारत भव्य है; और भव्यातिभव्य बने, ऐसी चेष्टा करो । भारत स्वतंत्र है; और स्वतंत्र ही रहे तथा समृद्ध बने, ऐसा परिश्रम करो । भारत एक, अखंड और अविभाज्य है; और एक, अखंड, अविभाज्य रहे ऐसी आराधना करो । उत्तर में हिमगिरि के सुंदर श्रृंग है; दक्षिण में, पूर्व में तथा पश्चिम में सीमारहित सागर । इतिहास और भूगोल से वह एक है; और एक है उनके बीच बसनेवाली महाप्रजा के मनोरथ तथा महाप्रयत्न । भाषा भिन्न फिर भी भावों की अभिन्नता; वेश-भूषा पृथक् परंतु प्राणों की प्रतिध्वनि की अपृथकता; एक ही माता की संतान है सब । उनके रिवाज अलग-अलग परंतु रंग एक है । एक है उनकी संस्कृति, एक है उनकी साधना, और सिद्धि भी उनकी एक है – सर्वहित अथवा सर्वमंगल ।
अखिल अवनि के सूत्रधार एक ही हैं; इस सत्य का साक्षात्कार करने के लिये राष्ट्रीय एकता की अनुभूति आवश्यक है; एसा मानकर कवि संदेश सुनाता है, राष्ट्र की एकता को ऐक्यबद्ध रखने के लिये शक्यातिशक्य सबकुछ कर डालो, ओ मेरे सुमधुर गीत ! अवनि की आत्मा की एकता का जयगान करने के लिये शक्यातिशक्य सबकुछ कर डालो !

