Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અંધારા વાદળ આકાશમાંથી એકાએક હઠી ગયાં, ને અમૃતના અંગાર જેવા પૂનમના ચંદ્રનું સ્વરૂપ પાસેના પર્વત પાછળથી પ્રકટવા લાગ્યું.

‘મારા જીવનમાં પથરાયેલી વિરહની કાલિમા આ રીતે દૂર થાય, ને તમારા મધુઝરતા સ્વરૂપનો ઉદય થાય, એવી કૃપા કરી દો. હે અંતર્યામી, એવી કૃપા કરી દો.’
એ સુંદર સુધામય દૃશ્યનું દર્શન કરતા પર્વતની ખીણમાં વસનારા તપસ્વી પુરુષે પ્રાર્થનાના મૂક ભાવમાં એમ કહેવા માંડ્યું.

- શ્રી યોગેશ્વરજી