ગઈ રાતે સ્વપ્નમાં ફરી દર્શન દઈને એ તેજસ્વી મહા માનવે મને કહેવા માંડ્યું: ‘ભાઈ, તું મારો અંગીકાર કરશે? તારી પાસે આવવા હું આતુર છું.’
મેં પૂછ્યું: ‘તમે?’
મારા પ્રશ્નોને પારખી લઈને તેને તરત ઉત્તર આપ્યો: ‘લોકો મને જ્ઞાન કહે છે. મારું નામ જ્ઞાન. શું તું મારો સ્વીકાર કરવા તૈયાર છે? હું તને સુખી કરી દઈશ.’
‘પણ તમે એકલા હો તો તમારી સાથે મૈત્રી કરવાની મારી ઈચ્છા નથી. મને સુખ ભાગ્યે જ મળી શકશે. નમ્રતા ને પ્રેમના પાર્ષદ વિનાના તમને અંગીકાર કરવાની મારી ઈચ્છા નથી.’
ક્ષણવાર શ્વાસ ખાઈને મેં ઉત્તર આપ્યો.
- શ્રી યોગેશ્વરજી