એક મોટા મકાનના મેડા પર મારી ને તેની મુલાકાત થઈ ગઈ. તેના સર્વાંગસુંદર શરીર તરફ દૃષ્ટિ કરીને મેં કહ્યું: ‘ફિલસૂફીની વાતો તો તમે ઘણી કરી, પરંતુ શરીર તો તમે ખાસ સાચવ્યું છે, તેનું કારણ?’
તેણે સ્મિત સાથે ઉત્તર આપ્યો: ‘મારા પ્રભુ, હું ધારતો હતો કે તમે આ પ્રશ્ન પૂછી જોશો. આ શરીરમાં મને કાંઈ મમતા નથી. પરંતુ તે દ્વારા મુક્તિ મળી શકે છે, પ્રિયતમ પરમાત્મા ને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. માટે જ મારે માટે તે હેય નથી, હવે તમે સમજ્યા?’
ને તેની વાત મારે ગળે ઉતરી ગઈ. મેં તેને સંમતિ આપી.
- શ્રી યોગેશ્વરજી