Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હિમાલયના એકાંત પ્રદેશમાં તે મહાપુરુષે મારી પાસે પ્રગટ થઈને કહેવા માંડ્યું :‘તું સિદ્ધિમાં માને છે? સિદ્ધિઓની પ્રાપ્તિ માટે તું પ્રયાસ કરીશ?’

મેં કહ્યું: ‘મને સિદ્ધિનો મોહ નથી.’

તેમણે કહ્યું: ‘તે તો સારું છે. પણ સંસારને સુખી કરવાનું જે સ્વપ્ન સેવી રહ્યો છે તેમાં સિદ્ધિ તને સહાય કરશે. તું સિદ્ધિની પ્રાપ્તિ વિના તારું એ સ્વપ્ન ભાગ્યે જ ફળી શકશે.’

મેં કહ્યું: ‘તેથી જ હું તેની ઝંખના કરું છું: મારે માટે નહીં પણ સસાંરની સુખશાંતિ માટે તેની કામના કરું છું.’

મારા ઉત્તરથી પ્રસન્ન થઈને તે મને આશીર્વાદ આપીને ચાલતા થયા.

- શ્રી યોગેશ્વરજી