યુદ્ધના શોખીનોએ નવા બનેલા બોમ્બનો પ્રયોગ કર્યો, ને પૃથ્વી કંપી ઊઠી. જળમાં રહેતા કેટલાય જીવો મરી ગયા, તેની કોઈ કલ્પના પણ કરી શક્યું નહિ. માનવોના મનમાં એક વાર ફરીથી ફફડાટ થઈ રહ્યો.
દૂરનાં જંગલી જાનવરો તે દિવસે ભેગાં મળ્યાં, ને તેમણે ઠરાવ કર્યો કે આજ સુધી આપણે જંગલી ગણાતા: પણ માનવની શેખી ને અહંતા હવે આપણે ચાલવા નહીં દઈએ. માનવ પાસે જ્યાં સુધી આવાં શસ્ત્રો છે, ત્યાં સુધી આપણે તેનાથી ઘણાં જ આગળ છીએ. આપણા પર સુધરેલો મનાતો માનવ વધારે હલકા આક્ષેપ કરે તે આપણે ચાલવા નહીં દઈએ, ને તેને સંસ્કૃતિનો એકમાત્ર પ્રતિનિધિ નહીં ગણીએ.
ત્યારથી માનવની મહત્તા જાનવરને મન ઓછી થઈ છે.
- શ્રી યોગેશ્વરજી