Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અજ્ઞાની, આળસુ ને કોઈનાય કામમાં ના આવનારા માણસના જીવનને તણખલાની સાથે સરખાવતા ફિલસૂફે મોટા મેદાનમાં પ્રવેશ કર્યો, ત્યાં જ તેનો ભ્રમ ભાંગી ગયો.

મેદાન આખું લીલા ઘાસથી ઢંકાઈ ગયું હતું, ને તેના પર ચરનારાં અસંખ્ય ઢોર શાંતિથી ફરી રહ્યાં હતાં. જે તૃણને તે તુચ્છ માનતો હતો, તે કેટલાય પશુનું તૃપ્તિનું કારણ બનતું હતું.

તેને ખાતરી થઈ કે તેની સરખામણી ખોટી નથી.

- શ્રી યોગેશ્વરજી