Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમ સૌના પર થાય પણ મોહ કોઈનાય પર ના રહે એવી કૃપા કરો!

સંબધ ભલે સૌનો સચવાઈ રહે, પણ સંસક્તિ કોઈનીય ના થાય, એવો આશીર્વાદ આપો, હે અમૃતમાય, એવો આશીર્વાદ આપો!

સેવા સૌની થાય ને દયાથી દિલ દ્રવી જાય, પણ મમતા કોઈનાયમાં ના થાય એવી કૃપા કરો, હે અંતર્યામી, એવી કૃપા કરો!

સાધના સઘળા પ્રકારની ને સંપૂર્ણપણે કરવામાં આવે, પણ સ્વાર્તને સદાને માટે દૂર રહે, એવો આશીર્વાદ આપો, હે અમૃતમય, એવો આશીર્વાદ આપો! સૌમાં તમારું દર્શન કરીને અંતર આનંદ અનુભવે ને સૌને સુખી કરવાનો પ્રયાસ કરે એવી કૃપા કરો, હે અંતર્યામી, એવી કૃપા કરો!

- શ્રી યોગેશ્વરજી