દીન દુઃખી ને અનાથને માટે જેણે જીવનને ધારણ કર્યુ, ને મુરઝાયલાં ને મૂઝાતાને મદદ કરી, તે મહાપુરુષને મારા પ્રણામ છે, અનેકાનેક પ્રણામ છે!
અનાચાર, અત્યાચાર ને શોષણની સામે મસ્તક ઊંચુ કર્યું, ને પીડાયેલાને પોષણ પહોંચાડવા જેણે પ્રયાસ કર્યો તે મહાપુરુષને મારા પ્રણામ છે, અનેકાનેક પ્રણામ છે!
સત્ય ને શાંતિને માટે જેણે પરિશ્રમ કર્યો, ને પ્રેમ ને અનાસક્તિના પતિતપાવન મંત્રને વિશ્વને માટે વહેતો મૂક્યો, તે મહાપુરુષને મારા પ્રણામ છે અનેકાનેક પ્રણામ છે!
જુગો સુધી જલતી રહે છતાં ઓલવાય કે ઓછી થાય નહીં એવી પ્રેરણાની જ્યોતિ જેણે જગત આગળ જાગતી કરી તે મહાપુરુષને મારા પ્રણામ છે, અનેકાનેક પ્રમાણ છે!
ધર્મ ને સદાચારની સ્થાપના માટે જેની કાયા હતી, ને ભક્તોના મંગલ ને જીવનમાત્રના હિતની જેના દિલમાં ભાવના હતી, તે મહાપુરૂષને મારા પ્રમાણ છે, અનેકવાર પ્રણામ છે!
મારા પર તેની કૃપા થાય ને મારું જીવન પણ તેના જેવું મંગલ બની જાય, એવી પ્રેરણા પાનારા તે મહાપુરૂષને મારા પ્રણામ છે, અનેકવાર પ્રણામ છે.
- શ્રી યોગેશ્વરજી