મારા હૃદયમાં તમારે માટે જે પ્રેમનો પારાવાર પડેલો છે, તેનું દર્શન તમને કેવી રીતે કરાવી શકું ? તમારે માટે હું ખરેખર આતુર છું. વિહવળ ને બેચેન છું. મારા અંતરમાં તમારે માટેનો જે અનુરાગ છે, તેનું આલેખન કેવી રીતે કરી બતાવું ?
મારે માટે તમારા દિલમાં લેશ પણ લાગણી હોય તો હવે તમે વિલંબ ના કરો: વહેલામાં વહેલી તકે પધારો: મારા શરીરે સૂકોમળ કર ફેરવીને મને શાંતિ આપો, ને મારા આંસુનો અંત આણો. મારે માટે લેશ પણ લાગણી હોય તો વિલંબ ના કરો.
લાંબા વખતે એકદિવસ એકાએક ભેગાં થયેલા આ માતા ને બાળકને જોઈને મારું હૃદય તમારે માટે તલસી ઊઠે છે: તમને મળવા માટે બેચેન બને છે. મારે માટે તમારા હૃદયમાં લેશ પણ લાગણી હોય, તો હવે તમે પ્રગટ બનો ને મને ભેટી પડો.
- શ્રી યોગેશ્વરજી