એકાંતમાં તપ કરીને ઈશ્વરની કૃપા પામી ચૂકેલા તપસ્વીનું દર્શન કરવા લોકો એકઠાં થતા હતાં. પર્વતની તળેટીમાં નદીના તટ પર તેની મઢુલી હતી.
વસંતની એક વહેલી સવારે દૂર દેશથી આવેલા બે પ્રવાસી તેના દર્શન માટે ચાલી નીકળ્યા. મઢુલીની અંદર ને બહાર દર્શનાર્થી માણસોની મેદની મળી હતી. તેની અંદરથી પસાર થઈને તે તપસ્વીની પાસે જઈ પહોંચ્યાં.
નાની ઉંમરના પ્રવાસીએ પુષ્પોથી પૂજા કરીને તપસ્વીને પ્રણામ કર્યા: પણ મોટો પ્રવાસી તેને જોતાંવેંત બોલી ઊઠ્યાં: ‘અરે, લોકોનો પ્યારો ને પંકાયેલો તપસ્વી શું આજ છે? આને તો હું સારી રીતે ઓળખું છું. આતો આ અગાઉ અનેક અપરાધો કરી ચૂકેલો છે. એને પ્રણામ કરવાની ને પૂજવાની મારી ઈચ્છા નથી.’
નાના પ્રવાસીએ નિસાસો નાખીને કહ્યું: ‘મને ખેદ થાય છે કે તું કેવળ ભૂતમાં જ ભમ્યા કરે છે, ને વર્તમાનનું દશર્ન નથી કરી શકતો. મને આશ્ચર્ય થાય છે કે તું વિવેકી છે છતાં પણ જેને ઈશ્વર ચાહે છે, ને અપનાવે છે, તેને નથી ચાહી શકતો, તારો માનીને નથી અપનાવી શકતો.’
- શ્રી યોગેશ્વરજી