‘ઈશ્વરની શક્તિનો વિચાર કરવો હોય તો તું ઊંઘનો વિચાર કર. તારું બધું જ બળ ઊંઘમાં અદૃશ્ય થઈ જાય છે, સ્મરણ સુકાય જાય છે ને પરવશ બનીને તું લાંબો વખત પડ્યો રહે છે. ઈશ્વરની શક્તિનો વિચાર કરવો હોય તો એ ઊંઘનો વિચાર કર.’
‘ઊંઘની એ દશામાંથી ઈશ્વરની ઈચ્છાથી એની કુદરતી શક્તિ તને બહાર ના લાવે તો બહાર આવવાની તારામાં કે કોઈનામાં તાકાત જ ક્યાં છે? મૃત્યમાં ને તારામાં તો કેટલું અંતર છે તેની કલ્પના કર. ઈશ્વરની એ શક્તિનું સ્મરણ કરીને તું નમ્ર ને ઈશ્વરપરાયણ બન એ જ મારે કહેવાનું છે.’
ઊંઘમાંથી ઉઠેલા શિષ્યને ગુરુએ ઉપદેશ આપ્યો.
- શ્રી યોગેશ્વરજી