Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પાર વિનાનાં બંધનથી પોતાની મેળે બંધાયેલો બાળક બંધનને જોઈને વિચારમાં પડે છે, શોકે ભરાય છે, ને બંધનથી છૂટવા મહેનત કરે છે.

બંધન ભારે ને એક નહિ પણ અનેક છે. તેમાંથી છૂટવાનું મુશ્કેલ લાગતાં તે રોષે ભરાય છે, તે આંસુ પણ સારવા માંડે છે. દૂર ઊભેલી માતા ત્યારે પાસે આવે છે, ને દયાની દેવી બનીને બંધન તોડી નાખે છે. બાળક હવે ઉલ્લાસમાં આવીને રમવા માંડે છે.

એ જોઈને મને વિચાર આવે છે કે અનેકાનેક બંધનમાં બંધાયેલો જીવ તમારી કૃપા વિના આઝાદીનો આનંદ કેવી રીતે મેળવી શકે! બંધનને તોડવા જે મહેનત કરે છે ને ઝંખે છે, તેને બંધનમુક્ત કરવામાં તમે વિલંબ ના કરો, હે મા, તમે વિલંબ ના કરો: એ પ્રાર્થના મારા હૃદયમાં ટપકી પડે છે!

- શ્રી યોગેશ્વરજી