Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી જોડ જગતમાં ના,
તમારી ઉપમા એકે ના.

કમળ ચંદ્ર ને ચંદન સાથે થાય નહીં તુલના,
સુંદરતા ને કોમળતાના મૂળ તમે તો હા ! ... તમારી.

સરવર કે સરિતાની સાથે વર્ણન થાયે ના;
રસાળ તેથી ક્યાંય વધારે, ગંગા ક્યાં જમના ! ... તમારી.

તીર્થ જગતનાં લૂખાં લાગે, તીર્થ તમે અદકાં;
મંગલ તેમ વિમળ તમે તો, સૂકાં રૂપ બધાં ... તમારી.

તન મન અર્પણ કર્યાં તમોને, અચરજ એમાં ક્યાં ?
‘પાગલ’ પ્રાણ બને પ્રેમથકી તમને જોઈ ના ! ... તમારી.

(રચના: ૨૬-૭-૧૯૫૭, શુક્રવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

 

Add comment

Submit