Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારો પ્રેમ નહીં વિસરાય.

પ્રત્યેક પળે એના સ્મરણે હૈયું મારું ભરાય;
તમને ત્યાગી મનડું મારું ક્યાંય ન જાય જરાય ... તમારો પ્રેમ.

પવિત્ર દૈવી પ્રેમ હૃદયનો કેવી રીતે મરાય;
પ્રાણ વણાયો તેની સાથે; કીમત કેમ કરાય ! ... તમારો પ્રેમ.

અપાર શાંતિ ધરે અંતરને, દર્દ બધાંય હણાય;
શ્વાસોશ્વાસ થયો છે તે તો, તેનાથી જ ચલાય. ... તમારો પ્રેમ.

‘પાગલ’ ચાહે છે કે તમને કાયમકાજ પમાય;
વિરહવેદના વધુ વાર હવે મારાથી ન સહાય. ... તમારો પ્રેમ.

(રચના - ૨-૮-૧૯૫૭, શુક્રવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit