તમારો એક ભરોસો છે.
જીવન તમને કર્યું સમર્પિત, તન તેમજ મનને;
તમે જ મારા પાલક તારક, અવર નથી કોયે. ... તમારો.
સ્મરણમનનમાં નિશદિન નાચું રાખીને હૃદયે;
ધ્યાન તમારું, ગાન તમારું, પ્રાણ ચહે તમને. ... તમારો.
પ્રતિપળ કરી કૃપાની દૃષ્ટિ પાર કરો મુજને;
સહીસલામત મારું સઘળું, પાસ તમારી છે. ... તમારો.
(૨૦-૩-૧૯૫૮, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી

