Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચિંતા હોય ભલે મોટી
પ્રભુની કૃપા ઘણી મોટી એ વાત નથી ખોટી ... ચિંતા.

વિશ્વાસ કરી શરણ લઈ લે, મનડું દે જોડી;
દૂર કરી દેશે સંકટ ને ક્લેશ ભલે કોટી ... ચિંતા.

મરજીવા મહાસાગરમાંથી મોતી લે ગોતી;
તારી તેને તેમજ શાને આંખ નથી જોતી ? ... ચિંતા.

ડરપોક બની કે કાયર થૈ, આંખ લઈ રોતી,
રણમાંથી ના હઠ, પામી લે એ અવિચળ જ્યોતિ. ... ચિંતા.

ભ્રમણા છોડી, ભીતિ ત્યાગી, હંકારી હોડી,
‘પાગલ’ પ્રીત કરી લે એવી, મેળવશે મોતી ... ચિંતા.

(૨૬-૯-૧૯૫૭, ગુરૂવાર આસો સુદી ૩)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit